અમ્માજી નાના સ્ક્રીન પર તેમની સીરીયલ ના બીજા ભાગ સાથે પાછા આવવા માટે તૈયાર છે. મેઘના મલિકે ‘ના આના ઈસ્સ દેશ લાડો’ માં અગ્રણી ભૂમિકા ભજવી હતી, હવે તે સિરિયલની બીજી ઇનિંગ સાથે નાના પરદા પર પાછા ફરી રહ્યા છે. મેઘનાએ સિઝન 1 માં પ્રેક્ષકોથી ખૂબ જ પ્રેમ મેળવ્યો હતો અને હવે તેઓ લાડો 2 સાથે તેમના વ્યક્તિત્વની નવી બાજુ દર્શાવશે. આ સીરીયલમાં તેમણે કેરીંગ દાદીની ભૂમિકા ભજવી છે, જે પોતાના પરિવારને અઢળક પ્રેમ કરે છે અને પોતાના પૌત્રો-પૌત્રીને બચાવવા માટે કોઈપણ હદ્દ સુધી જઈ શકે છે.
અમ્માજીનું પાત્ર ભજવતી મેઘના મલ્લીક કહે છે, “અમ્માજીના વ્યક્તિત્વનું નવું સ્વરૂપ લાડો-2 માં જોવા મળશે. હું પ્રથમ સિઝનના અમ્મા જી સાથે મારી સરખામણી કરવા માગતી ન હતી. લાડો-2 માં મારા પાત્ર ને નવું રૂપ આપવામાં આવ્યું છે. લાડો -2 માં તે જુદા વિચાર, શરીર અને અપિઅરન્સની એક મહિલા છે અને તે તેજસ્વી રંગોના પોશાકમાં જોવા મળશે, જે આશા અને સુવર્ણ ભવિષ્યના પ્રતીક છે.”
