વિશ્વભરની મહિલાઓ #MeToo કેમ્પેઇન હેઠળ પોતાના સાથે થયેલ જાતીય સતામણીના બનાવો આજકાલ શેર કરી રહી છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મહિલા ખેલાડી મેકેલા મેરોનીએ પણ તે કેમ્પેઇન હેઠળ પોતાની પીડા શેર કરી છે. અમેરિકાની મેરોનીએ લંડન ઓલિમ્પિક 2012 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ટવિટ કર્યું છે કે તેમનો 7 વર્ષ સુધી સેક્સ્યુઅલી શોષણ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ બની ગઈ છે. આ પોસ્ટ છેલ્લા 4 દિવસમાં 31,000 વખત રીટ્વીટ કરવામાં આવી છે. આ અંગે બે હજાર લોકોએ કૉમેન્ટ્સ કરી છે.
મેરોનીએ કહ્યું છે કે 13 વર્ષની ઉંમરથી જ તેની જાતીય સતામણી શરૂ થઈ હતી અને આ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુઘી તેમને રમત ચાલુ રાખી પછી. તેમણે ગયા વર્ષે હેલ્થ ઇશ્યુ દર્શાવીને રમત છોડી દીધી હતી. મેરોનીએ લખ્યું છે કે વુમન જિમ્નેસ્ટિક્સ ટીમના ડૉક્ટર લેરી નાસેરે તેમની જાતીય સતામણી કરી હતી. તેના જણાવ્યા મુજબ ડોકટરએ તેમને કહ્યું કે તેઓ ‘જરૂરી સારવાર’ કરી રહ્યા છે અને તેઓ છેલ્લા 30 વર્ષથી બીજાઓ સાથે આમ જ કરી રહ્યા છે.
