Loksabha Election 2024/ Loksabha Election 2024 Live: બપોરે 3 વાગ્યા સુધી 52.6 ટકા મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે આજે મતદાન થશે. આજે સવારે………

Top Stories India Breaking News

Loksabha Election Live: લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે આજે મતદાન થશે. આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96  બેઠકો પર મતદાન થશે. આ તબક્કા દરમિયાન 1 લાખ 92 હજાર મતદાન મથકો પર 17.7 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને 1717 ઉમેદવારોમાંથી તેમની પસંદગીના પ્રતિનિધિની પસંદગી કરશે. કુલ મતદારોમાંથી 8.97 કરોડ પુરુષ અને 8.73 કરોડ મહિલા મતદારો છે. કુલ 17.7 કરોડ મતદારોમાંથી 12.49 લાખ 85 વર્ષથી વધુ ઉંમરના છે.

ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25, મહારાષ્ટ્રની 11, તેલંગણાની 17, મધ્યપ્રદેશની 8, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડની 4, ઓરિસ્સાની 4 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થવાનું છે.

આ વખતે 96 બેઠકો માટે મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓ રણમેદાનમાં છે. પાંચ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, ગિરિરાજ સિંહ, જી કિશન રેડ્ડી, નિત્યાનંદ રાય,  અને અજય મિશ્રા ટેની મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. અહીં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા, ટીએમસીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી, ટીએમસીના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ, અભિનેતા અને ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા, કોંગ્રેસના ઉમેદવાર વાયએસ શર્મિલા રણમેદાનમાં છે.

LIVE Loksabha Election Phase 4

3.47 PM બપોરે 3 વાગ્યા સુધી 52.6 ટકા મતદાન થયું 

પશ્ચિમ બંગાળ- 51.87%

મધ્ય પ્રદેશ- 48.52%

ઝારખંડ- 43.80%

તેલંગાણા- 40.38%

આંધ્ર પ્રદેશ- 40.26%

ઉત્તર પ્રદેશ- 39.68%

ઓરિસ્સા- 383%

બિહાર 34.44%

મહારાષ્ટ્ર- 30.85%

જમ્મુ – કાશ્મીર- 23.57%

1.58 PM બપોરે 1 વાગ્યા સુધી દેશભરમાં 40.32 ટકા મતદાન થયું

આંધ્ર પ્રદેશ – 40.26 ટકા
બિહાર- 34.44 ટકા
જમ્મુ અને કાશ્મીર – 23.57 ટકા
ઝારખંડ- 43.80 ટકા
મધ્ય પ્રદેશ – 48.52 ટકા
મહારાષ્ટ્ર- 30.85 ટકા
ઓરિસ્સા- 39.30 ટકા
તેલંગાણા – 40.38 ટકા
ઉત્તર પ્રદેશ- 39.68 ટકા
પશ્ચિમ બંગાળ- 51.87 ટકા

12.16 PM જનપ્રતિનિધિએ કેવી રીતે વર્તવું તેનું ઉદાહરણ

પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ભાજપ અને બર્ધમાન-દુર્ગાપુર લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસ અને બર્ધમાન-દુર્ગાપુર લોકસભા બેઠકના ઉમેદવાર કિર્તી આઝાદે બર્ધમાન મતદાન મથક ખાતે એકબીજાને ભેટ્યાં હતા.

12.00 PM પંકજા મુંડેએ મત આપ્યો

મહારાષ્ટ્રના બીડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પંકજા મુંડેએ બીડમાં મત આપ્યો છે.

11.58 AM કે. ચંદ્રશેખર રાઓએ મતદાન કર્યું

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી BRS ચીફ કે. ચંદ્રશેખર રાઓએ સિદ્દીપેટમાં મતદાન કર્યું છે.

11.50 AM કન્હૈયા કુમારે મતદાન કર્યું

બિહારમાં ઉત્તર-પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારે બેગુસરાયમાં મતદાન કર્યુ છે.

11.46 AM સવારે 11 વાગ્યા સુધી દેશભરમાં 24.87 ટકા મતદાન થયું

આંધ્ર પ્રદેશ – 23.10 ટકા
બિહાર- 22.54 ટકા
જમ્મુ અને કાશ્મીર – 14.94 ટકા
ઝારખંડ- 27.40 ટકા
મધ્ય પ્રદેશ – 32.38 ટકા
મહારાષ્ટ્ર- 17.51 ટકા
ઓરિસ્સા- 23.28 ટકા
તેલંગાણા – 24.31 ટકા
ઉત્તર પ્રદેશ- 27.12 ટકા
પશ્ચિમ બંગાળ- 32.78 ટકા

11.35 AM CM રેવંત રેડ્ડીએ મતદાન કર્યું

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મહબૂબનગરમાં મતદાન કર્યુ છે.

11.02 AM રાજામૌલીએ મતદાન કર્યું

RRR ડાયરેક્ટર એસ. રાજામૌલીએ હૈદરાબાદમાં પરિવાર સાથે મતદાન કર્યું છે. તેમણે મતદાન કરવાની અપીલ કરીને કહ્યું કે, અમે દેશની કાળજી રાખીએ છીએ.

11.00 AM કૈલાશ વિજયવર્ગીયે મતદાન કર્યું

મધ્યપ્રદેશના મંત્રી અને ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયે ઈન્દોરમાં મતદાન કર્યું છે.

10.50 AM વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ગુરૂદ્વારામાં લંગર પીરસતા દેખાયા

10.12 AM CM ચંપાઈ સોરેને મતદાન કર્યું

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને સરાઈખકેલા ખર્સવાનમાં મતદાન કર્યુ છે.

10.00 AM TMC અને BJPના કાર્યકરો વચ્ચે વિવાદ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થવા પામી છે. સુરક્ષાકર્મીઓ સ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

9.42 AM સવારે 9 વાગ્યા સુધી દેશભરમાં 10.35 ટકા મતદાન થયું

આંધ્ર પ્રદેશ – 9.05 ટકા
બિહાર- 10.18 ટકા
જમ્મુ અને કાશ્મીર – 5.07 ટકા
ઝારખંડ- 11.78 ટકા
મધ્ય પ્રદેશ – 14.97 ટકા
મહારાષ્ટ્ર- 6.45 ટકા
ઓરિસ્સા- 9.23 ટકા
તેલંગાણા – 9.51 ટકા
ઉત્તર પ્રદેશ- 11.67 ટકા
પશ્ચિમ બંગાળ- 15.24 ટકા

9.17 AM એમ એમ કિરીવાનીએ મતદાન કર્યું

તેલંગણામાં ઓસ્કાર વિજેતા સંગીતકાર અને પદ્મશ્રી એમ એમ કિરીવાનીએ જ્યુબિલી હીલ્સ ખાતે મતદાન કરવા પહોંચ્યા છે.

9.15 AM જીતીન પ્રસાદે મતદાન કર્યું

ઉત્તર પ્રદેશમાં મંત્રી જીતીન પ્રસાદે સહજાનપુરમાં મત આપ્યો છે. તેમની વિરૂદ્ધ ઈન્ડિ ગઠબંધનના જ્યોત્સના ગોંડ ઊભા છે.

9.01 AM પવન કલ્યાણે મતદાન કર્યું

આંધ્રપ્રદેશમાં જન સેના પાર્ટીના અધ્યક્ષ અને અભિનેતા પવન કલ્યાણે મંગલાગીરીમાં મતદાન કર્યુ છે.

8.58 AM સાક્ષી મહારાજે મતદાન કર્યું

ઉત્તરપ્રદેશના ભાજપ ઉમેદવાર અને ઉન્નાઓ બેઠકથી ઊભા રહેલા સાક્ષી મહારાજે મતદાન કર્યું છે. તેમની સામે સમાજવાદી પાર્ટીના અન્નુ ટંડન ઊભા છે.

હૈદરાબાદના જ્યુબિલી હીલ્સમાં 94 વર્ષીય નાગરિક મતદાન કરવા વ્હીલચેર પર મતદાન મથકે પહોંચ્યા છે.

8.46 AM ચિરંજીવીએ મતદાન કર્યું

હૈદરાબાદમાં ફિલ્મ અભિનેતા ચિરંજીવીએ પરિવાર સાથે મતદાન કેન્દ્ર પહોંચી મત આપ્યો છે.

8.43 AM મોહન યાદવે મતદાન કર્યું

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મતદાન કરી સૌને કિંમતી મત આપવા અપીલ કરી છે. તેમજ ભાજપ બહુમતી સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

8.30 AM જી કિશન રેડ્ડીએ મતદાન કર્યું

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તેલંગણાના બરકતપુરામાં મતદાન કર્યું છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે મતદાન થઈ રહ્યું છે. નાગરિકો લાંબી કતારમાં મતદાન કરવા ઊભા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

8.07 AM ગિરિરાજ સિંહે મતદાન કરવાની આપીલ કરી

બેગુસરાય બેઠકના ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે મતદાન કરવાની આપીલ કરી છે.

7.53 AM ચંદ્રાબાબુ નાયડુએ વોટ આપ્યો છે

આંધપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગૂંટુરમાં મતદાન કર્યું છે.

7.53 AM રાઓસાહેબ પાટીલ દાનવેએ વોટ આપ્યો છે

કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર જાલના લોકસભા બેઠક પરથી રાઓસાહેબ પાટીલ દાનવે ચૂંટણીમાં ઊભા છે, તેમણે મહારાષ્ટ્રના જાલનામાં મતદાન કર્યુ છે.

7.52 AM અસૌદ્દીન ઔવેસીએ વોટ આપ્યો છે

તેલંગણામાં AIMIMના ઉમેદવાર અસૌદ્દીન ઔવેસીએ હૈદરાબાદમાં મતદાન કર્યું છે. તેમની સામે ભાજપના ઉમેદવાર માધવી લતા ઊભા છે.

7.50 AM વાય એસ જગન રેડ્ડીએ મતદાન કર્યુ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન રેડ્ડીએ કડાપા બેઠકથી જયમહાલ આંગણવાડીમાં મતદાન કર્યું છે.

7.49 AM જૂનિયર એનટીઆરે મતદાન કર્યુ

તેલંગણામાં સુપરસ્ટાર અભિનેતા જૂનિયર એનટીઆરે હૈદરાબાદના જ્યુબિલી હીલ્સ ખાતે મતદાન કર્યુ છે.

7.32 AM વૈંકયા નાયડુએ મતદાન કર્યુ

હૈદરાબાદમાં પૂર્વ રાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ અને તેમના ધર્મપત્ની ઉષા નાયડુએ જ્યુબિલી હીલ્સ ખાતે મતદાન કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં વધુ મતદાન થાય તેમજ યુવાઓ, મહિલાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરે તેવી અપીલ કરી છે.

7.26 AM માધવી લતાએ મતદાન કર્યુ

હૈદરાબાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર માધવી લતાએ વોટ આપ્યો છે.

7.20 AM અલ્લુ અર્જુને મતદાન કર્યુ

તમિલનાડુના ફેમસ એક્ટર અલ્લુ અર્જુને હૈદરાબાદમાં મતદાન કર્યું છે.

7.10 AM સુરેશ ખન્નાએ મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશના મંત્રી સુરેશ ખન્નાએ સહજાનપુરમાં મતદાન કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ