Breaking News/ દિલ્હી બાદ જયપુરની 35 શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ મોડ પર

જયપુરમાં પહેલીવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે.

Top Stories India Breaking News

જયપુર બ્લાસ્ટની વરસી પર 35 શાળાઓને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

12.20 AM અપડેટ :

જયપુરમાં 35 શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આજે સવારે જયપુરની શાળાઓમાં દહેશતનો માહોલ જોવા મળ્યો. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આજે સવારે જયપુરની શાળાઓના પ્રિન્સિપાલને ઇમેલ મોકલવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલને મળેલ ઇમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. શાળાઓને ધમકીભર્યા ઇમેલની તપાસ થઈ રહી છે તેમજ બોમ્બથી ઉડાડવાની માહિતી મળતાં જ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે તમામ શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ધમકીની માહિતી મળતા સૌ પ્રથમ શાળાઓમાંથી બાળકો અને શૈક્ષણિક સ્ટાફને દૂર કરવામાં આવ્યો. બાદમાં પોલીસ પોતાની ટીમ સાથે ડોગ સ્કવોડની મદદથી બોમ્બની તપાસ કરી રહી છે. પોલીસ ધમકી મોકલનાર ઇમેલ કઈ વ્યક્તિ દ્વારા આવ્યો છે તેમજ તેનો શું ઉદેશ્ય છે તેવા સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

11.00 AM

દિલ્હી બાદ જયપુરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જયપુરમાં પ્રથમ વખત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. તે પણ આવા સમયે આવ્યો છે. જ્યારે આજથી 16 વર્ષ પહેલા જયપુરમાં સિરિયલ વાઇસ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 71 લોકોના કરૂણ મોત થયા હતા. આવી સ્થિતિમાં પોલીસ અને અન્ય એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દેશમાં ચૂંટણી માહોલ છે ત્યારે લોકોમાં ડર ફેલાવવા આતંકવાદીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે.

શાળાઓમાં સર્ચ ઓપરેશન ચાલુ

After Delhi, now schools in Jaipur evacuated after receiving bomb threats | India News - Business Standard

અત્યાર સુધીની માહિતી મુજબ જયપુરની ત્રણથી ચાર જાણીતી શાળાઓમાં બોમ્બની ધમકીઓ મોકલવાનો મામલો સામે આવ્યો છે. આ મેઈલ શાળાના સત્તાવાર આઈડી પર મોકલવામાં આવ્યો છે. વિદ્યાધર નગર સ્થિત એમપીએસ અને અન્ય શાળાઓમાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. ડોગ સ્ક્વોડની મદદથી બોમ્બની શોધ કરવામાં આવી રહી છે. આ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ સ્થળ પર હાજર છે. જેથી બોમ્બ મળી આવે તો પણ તેને સમયસર નિષ્ક્રિય કરી શકાય.

એરપોર્ટ પર સઘન સુરક્ષા

જયપુરમાં આજે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જ્યારે ગઈકાલે એરપોર્ટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે એરપોર્ટ પ્રશાસનને ધમકીભર્યો મેલ મળ્યો હતો. જે બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સીઆઈએસએફ અને પોલીસ દ્વારા એરપોર્ટ પર રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. શાળા અને એરપોર્ટને ધમકી મળતા પોલીસ અને તંત્ર દોડતુ થયું છે. તકેદારીના પગલા રૂપે શાળાઓમાં ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દરમ્યાન શાળાના સ્ટાફને બહાર કાઢી ધમકી મળેલ બોમ્બની તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, રાહત મળવાની સંભાવના

આ પણ વાંચો: PM મોદી આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં કરશે ધુંઆધાર પ્રચાર

આ પણ વાંચો: પોલીસે લોકપ્રિય યુટ્યુબર પર સકંજો કસ્યો, ગુંડા એક્ટ લગાવ્યો