Gujarat Weather/ ભરઉનાળે ગુજરાતમાં ક્યાંક પડ્યા કરા તો ક્યાંક ગાજવીજ વરસાદ, જાણો ક્યાં કેવું વાતાવરણ

વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે.

Top Stories Gujarat Others

Gujarat Weather:  ગુજરાતમાં અત્યારે ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે સપ્તાહની શરૂઆતમાં જ 26 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે…ત્યારે  વલસાડ,ભાવનગર,સાબરકાંઠા અને અંબાજીના વાતવરણમાં પલટો આવ્યો હતો.જેમાં બંને જીલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો..જો કે અસહ્ય ગરમીમાં વરસાદ પડતા લોકો રહાત મળી હતી.

વલસાડ

વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્યો છે. 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે.

ભાવનગર

ભાવનગર વલ્લભીપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા હતા.ટાણા, જાંબાળા, બોરડી,કાજાવદર, ખરી સહિતના ગામમાં વરસાદ પડ્યો છે. વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઝાપટું પડ્યા બાદ ફરીથી ગરમી યથાવત જોવા મળી રહી છે.

સાબરકાંઠા

સાબરકાંઠાના  વિજયનગર તાલુકામાં સવારથી બફારા બાદ ધીમીધારે વરસાદ શરુ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે લોકોને ગરમીમાં રાહત મળી છે. વિજયનગરના ભાખર, જોરાવનગર , ટોલડુંગર,મોધ્રીરી, અધોખા,લાદીવાડા,જેવા ગામોમાં વરસાદથી રસ્તાઓ નીચાણવાળા વિસ્તારોમ ઉપર પાણી ભરાયા છે.

રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત