IPL 2024/ IPL 2024 GT Vs KKR:વરસાદના કારણે મેચ રદ થતા નિરાશ પ્રેક્ષકો માટે આવ્યા સારા સમાચાર, સોશિયલ મીડિયામાં મીમ્સ થયા વાયરલ

IPL 2024માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 13મે ના રોજ ગુજરાત ટાઈટન્સ (GT) અને કેકેઆર (KKR) વચ્ચેની મેચમાં વરસાદ વિઘ્ન બન્યો.

Top Stories Sports

IPL 2024માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 13મે ના રોજ ગુજરાત ટાઈટન્સ (GT) અને કેકેઆર (KKR) વચ્ચેની મેચમાં વરસાદ વિઘ્ન બન્યો. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદનું આગમન થતા GT Vs KKRની મેચ રદ કરવામાં આવી. ગુજરાત ટાઈટન્સ માટે આ મેચ વધુ મહત્વની હતી. પરંતુ વરસાદ વિઘ્ન બનતા મેચ રદ્દ થવાને કારણે ગુજરાતને એક પોઈન્ટ મળ્યો અને ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. મુંબઈ અને પંજાબ કિંગ્સ પછી ગુજરાત પ્લેઓફમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની ગઈ છે. વરસાદના કારણે મેચ રદ્દ થયા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ શેર કરવાનું શરૂ કર્યું જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નિરાશ પ્રેક્ષકો માટે સારા સમાચાર

અમદાવાદમાં રમાનારી ગુજરાત ટાઈટન્સની મેચને લઈને લાખો ચાહકોની નજર આ મેચ પર હતી. કારણ કે ગુજરાત ટાઇટન્સની દૃષ્ટિએ આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આ મેચ જીતીને ગુજરાત પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી શક્યું હોત. વરસાદના કારણે મેચ રદ્દ થતાં ચાહકો પણ ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. પરંતુ આજે પ્રેક્ષકો માટે સારા સમાચાર આવ્યા છે. મેચ રદ થવા મામલે ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝીએ મહત્વનો નિર્ણય લીધો છે. મેચ જોવા આવેલા પ્રેક્ષકોના ટિકિટના અને જર્સીના પૈસા પણ બરબાદ થઈ જતા નિરાશ થયા હતા. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ GT ફ્રેન્ચાઈઝી તરફથી પ્રેક્ષકોને તેમની ટિકિટના પૈસા પરત આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. પરંતુ શરત એ છે કે સ્ટેડિયમમાં તેમની હાજરી આપતી હોવાની ફિઝિકલ ટિકિટ તેમણે બતાવવી પડશે. તો જ તેમને રિફંડ મળશે. તેમજ ટિકિટની સ્થિતિ પણ બરાબર હોવી જોઈએ તેમ જણાવ્યું છે. પ્રેક્ષકો WhatsApp અને Emailદ્વારા માહિતી આપી ટિકિટનું રિફંડ મેળવી શકશે.

જે બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ શેર કરવા લાગ્યા. એક એકાઉન્ટમાંથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે લવંડર જર્સીના પૈસા વેડફાઈ ગયા છે. એક યુઝરે લખ્યું કે જો કે અમે સ્પર્ધા કરી શક્યા નથી, પરંતુ અમે ગ્રાઉન્ડ સ્ટાફના પ્રયાસોની પ્રશંસા કરી.

IPL 2024માં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન
શુભમન ગિલ IPL 2024માં પ્રથમ વખત ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ સિઝનમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. અત્યાર સુધી ગુજરાત આ સિઝનમાં 13 મેચ રમી ચૂક્યું છે. તેમાંથી ટીમે 5માં જીત મેળવી છે અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ રદ્દ કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સ 11 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. હવે ગુજરાત સિઝનની તેની છેલ્લી લીગ મેચ 16મી મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે રમશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક, ગંગોત્રીમાં સુરક્ષાને લઈને તીર્થયાત્રીઓને રસ્તામાં રોક્યા

આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ