અમદાવાદમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. આ યુવકે આપઘાત કરતા પહેલા સુશાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે બિલ્ડરના ત્રાસથી તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. યુવકે બિલ્ડરની ઓફિસમાં જ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બાદમાં તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સરોવર પ્લેટિનિયમ સાઇડની ઓફિસમાં એક યુવકે ઝેર પી લેતા ચકચાર મચી જવા પામી. આપઘાત કરતા પહેલા લેખલ સુસાઈડ નોટમાં બિલ્ડરે દસ્તાવેજ ન બનાવી આપવાનો યુવાને આક્ષેપ કર્યો છે. બિલ્ડરના ત્રાસથી કંટાળી ગયેલા યુવકે તેની ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી. જો કે હાલમાં યુવકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. .યુવકના આપઘાતના પ્રયાસના બનાવની જાણ થતા પોલીસ પંહોચી ગઈ હતી. પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બિલ્ડરોની દાદાગીરી વધી છે. હાલમાં શહેર બાંધકામ સાઈટ પર કામ કરતા મજૂરોનું મોત થવાના બનાવ બન્યા હતા. આ બનાવમાં પણ બિલ્ડરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમ આ કિસ્સમાં પણ આવું જ જોવા મળી શકે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: પુણે એરપોર્ટથી ટેકઓફ થવા જઈ રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન, રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયુ
આ પણ વાંચો:પટનામાં શાળાના નાળામાં બાળકની લાશ મળી આવતા સ્થાનિકો રોષે ભરાતા મચાવ્યો હોબાળો
