Vadodara News: ગુજરાતીઓ માટે હાર્ટ એટેક કોરોના કરતા પણ જીવલેણ બની રહ્યો છે. કારણ કે, કોરોનામાં લક્ષણો દેખાય છે અને સારવાર પણ શક્ય છે. પરંતું હાર્ટ એટેકમાં માણસનું ઢળી પડતા જ મોત થાય છે. ભર ઉનાળે વડોદરામાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરની લોકોને અપીલ કરી અને જણાવ્યું કે, વૃદ્ધો અને બાળકોએ ગરમીમાં બહાર નિકળવાનું ટાળવી જોઈએ.
ગરમીથી બચવા અને હૃદયના હુમલાનું જોખમ ઘટાડવા માટે તમે ઘણા બધા પગલાં લઈ શકો છો
- ગરમ દિવસો દરમિયાન ઠંડા અને શેડમાં રહેવું
- પુષ્કળ પ્રવાહી પીવું
- ગરમી વધુ હોય ત્યારે આરામ કરવો અને શારીરિક પ્રવૃત્તિ ઘટાડવી
- ઢીલા-ઢાલા, હવાદાર કપડાં પહેરવા
- ગરમીના દિવસો દરમિયાન આલ્કોહોલ અને કેફીન પીણું ટાળવું
- જો તમને હૃદયની બીમારી હોય, તો તમારા ડૉક્ટરની સૂચનાઓનું પાલન કરો.
હાર્ટ એટેકનું કારણ
તબીબોના મતે, પાણીનું ઓછું સેવન, મીઠાના અસંતુલિત ઉપયોગ, બ્લડ પ્રેશર, અપૂરતી ઊંઘ અને આનુવંશિક સમસ્યાઓના કારણે હાર્ટ એટેકની સમસ્યા થાય છે. ગરબા રમતી વખતે હાર્ટ એટેકની સમસ્યાથી બચવા માટે ડો.પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, ગરબા ખુલ્લી જગ્યામાં રમવા જોઈએ અને આયોજકોએ તેમના સ્ટાફને સીપીઆરની તાલીમ આપવી જોઈએ. તેમણે કહ્યું કે, ગરબાના સ્થળે પાણીની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ અને હૃદયની તકલીફ, ડાયાબિટીસ કે બ્લડપ્રેશરથી પીડિત લોકોએ લાંબો સમય રમવું જોઈએ નહીં.
આ પણ વાંચો:ગુજરાતમાં ત્રાટકશે મોટું વાવાઝોડું, ખેડૂતોની સ્થિતિ વણસશે
આ પણ વાંચો:કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત
આ પણ વાંચો:જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ
આ પણ વાંચો:જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ
