New Delhi: હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય સાત લોકોના મોત થતાં ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે ઈબ્રાહિમ રઈસીના નિધન પર આજે 21 મેના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ભારતના ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું કે,”ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ મહામહિમ ડૉ. સૈયદ ઈબ્રાહીમ રઈસી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી મહામહિમ હોસેન અમીર-અબ્દોલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. દિવંગત આત્માઓના આદરના ચિહ્ન તરીકે, ભારત સરકારે 21 મે, 2024 (મંગળવાર)ના રોજ સમગ્ર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.”
શોકના દિવસે, જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં.
#WATCH | Delhi: National flag at Rashtrapati Bhavan flies at half-mast as one-day national mourning is being observed in the country following the death of Iranian President Ebrahim Raisi, Foreign Minister and other high-ranking officials in a helicopter crash. pic.twitter.com/xZZXGiCdpv
— ANI (@ANI) May 21, 2024
રઈસીનું હેલિકોપ્ટર અઝરબૈજાનમાં ક્રેશ થયું
રવિવારે ગાઢ ધુમ્મસના કારણે ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈજાન પ્રાંતના પર્વતીય જંગલ વિસ્તારમાં પહાડો સાથે અથડાયા બાદ ક્રેશ થઈ ગયું હતું. ખરાબ હવામાનને કારણે, સર્ચ અને રેસ્ક્યુ ટીમને દુર્ઘટના સ્થળે પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેઓ સોમવારે વહેલી સવારે જ ત્યાં પહોંચી શક્યા હતા.
#WATCH | Delhi: National flag fly at half-mast as one-day national mourning is being observed in the country following the death of Iranian President Ebrahim Raisi, Foreign Minister and other high-ranking officials in a helicopter crash. pic.twitter.com/HnA9SfiCz7
— ANI (@ANI) May 21, 2024
ઈરાનમાં પાંચ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે
તે જ સમયે, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરને દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ દેશમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
આ પણ વાંચો: ચોથા માળેથી બાળક પડી ગયું, માતાને ટ્રોલ કરવાથી કરી આત્મહત્યા
આ પણ વાંચો: સાવધાન! 1 જૂન પછી જો તમે કાર ચલાવી તો ભરવો પડી શકે છે જંગી દંડ…
