New Delhi: ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે તાજેતરમાં તેના ક્રિકેટની કારકિર્દીની શરૂઆતના દિવસોની એક નિર્ણાયક ક્ષણ શેર કરી જેણે તેના સિદ્ધાંતો અને કારકિર્દીને આકાર આપવામાં ભાગ ભજવ્યો.
રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પરના એક ઈન્ટરવ્યુમાં ગૌતમ ગંભીરે જણાવ્યું કે, કેવી રીતે તેને અંડર-14 ટીમ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. કારણ કે તેણે પસંદગીકાર (સિલેક્ટર્સ)ના પગે પડ્યો ન હોવાથી મને સિલેક્ટ કર્યો નહતો અને આ જ ઘટનાએ ફરી ક્યારેય કોઈના પગે ન પડવાના સંકલ્પને મજબૂત કર્યો અને તેની કારર્કિર્દી ઘડવામાં મહત્વનો બની રહ્યો.
“જ્યારે હું મોટો થયો, ત્યારે હું 12-13 વર્ષનો હતો. ત્યારે મને મારી પ્રથમ અંડર-14 ટૂર્નામેન્ટ યાદ છે. હું પસંદગી પામ્યો ન હતો કારણ કે મેં પસંદગીકારોના પગે પડ્યો નહતો. દરમિયાન મેં મારા સ્વાભિમાનને નેવે મૂક્યા વગર મારી જાતને વચન આપ્યું હતું કે હું ક્યારેય કોઈના પગે પડીશ નહીં. આ નિર્ણયે તેની સંપૂર્ણ કારકિર્દીમાં નિર્ણાયક બની રહી.
ગૌતમ ગંભીર, હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેન્ટર તરીકે સેવા આપી રહ્યો છે. પોતે સંપન્ન પરિવારમાંથી આવતો હોવા છતાં, ગંભીરે ક્રિકેટ પ્રત્યેના તેના સમર્પણ અને તેની શરતો પર સફળ થવાના નિર્ધાર પર ભાર મૂક્યો.
ગંભીરે જણાવ્યું કે, “દર વખતે, પછી ભલે તે અંડર 16 હોય, કે 19 હોય, રણજી ટ્રોફી હોય કે પછી મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆતમાં પણ જ્યારે પણ હું નિષ્ફળ જતો ત્યારે લોકો કહેતા કે, તમે એવા પરિવારમાંથી છો જ્યાં તમારે ક્રિકેટ રમવાની જરૂર નથી. તમે આગળ જઈને તમારા પિતાના વ્યવસાયમાં જોડાઈ શકો છો.”. વધુમાં કહ્યું કે, આ વાત મારા માથા પર લટકતી સૌથી મોટી ધારણા હતી. લોકોને ખ્યાલ નહતો કે હું તે તેમના કરતાં વધુ ઇચ્છું છું. કારણ કે હું તેમની ધારણાને હરાવવા માંગતો હતો.”
ગંભીરે ભારપૂર્વક કહ્યું કે, આ સ્ટીરિયોટાઇપને દૂર કરવાના તેના સંકલ્પે તેને વધુ સખત મહેનત કરવા અને તેની ક્રિકેટ કારકિર્દીમાં વધુ હાંસલ કરવા પ્રેર્યો. મારી કારકિર્દીમાં અથવા મારા જીવનમાં સૌથી અઘરી ધારણા એ ધારણાને હરાવવાની હતી જ્યાં લોકો વિચારતા હતા કે હું આટલું મુશ્કેલ નથી ઈચ્છતો. હું ઈચ્છતો હતો કે આ તો કોઈપણ કરતાં વધુ મુશ્કેલ છે.”
IPL 2024માં ગૌતમ ગંભીરના મેન્ટરશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લે ઓફમાં પ્રવેશી ચુકી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં KKR અને SRH વચ્ચે ક્વોલિફાયર મેચ, 5 DCP સહિત 3 હજાર પોલીસકર્મી તૈનાત
આ પણ વાંચો:ધોની ટૂંક સમયમાં મોટો ધડાકો કરે તેવી સંભાવના
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયાનું કોચિંગઃ બીજા લોકો તલપાપડ તો આ ખેલાડીએ પાડી ના…
