New Delhi: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ અને અન્ય કેટલાક લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેમના પર કથિત રીતે વીડિયો કોન્ફરન્સિંગ નિયમોનું ઉલ્લંઘન કરીને કોર્ટની કાર્યવાહીને ગેરકાયદેસર રીતે રેકોર્ડ કરવાનો આરોપ છે. આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
દિલ્હી સ્થિત વકીલ વૈભવ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં, તેમણે કોર્ટની કાર્યવાહીના કથિત રેકોર્ડિંગ અને પ્રસારણમાં સામેલ લોકો સામે તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવાની અપીલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાંથી ટ્રાયલ કોર્ટના જજનું જીવન જોખમમાં મુકાયું છે.
‘કોર્ટની કાર્યવાહીનો ઈરાદાપૂર્વક રેકોર્ડ કરાયેલ ઓડિયો અને વીડિયો’
વૈભવ સિંહની અરજીમાં સીએમના પત્ની ઉપરાંત અક્ષય મલ્હોત્રા, પ્રમિલા ગુપ્તા, વિનીતા જૈન અને ડૉ. અરુણેશ કુમાર યાદવ સહિત અનેક લોકોના નામ પણ સામેલ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “આમ આદમી પાર્ટીના કેટલાક સભ્યો, અન્ય વિપક્ષી પાર્ટીના સભ્યો સાથે, ઇરાદાપૂર્વક કોર્ટની છબીને બગાડવાનો અને તેના પર દબાણ લાવવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કોર્ટની કાર્યવાહીનો ઓડિયો અને વીડિયો રેકોર્ડ કર્યો.”
પીઆઈએલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સીએમ કેજરીવાલ અને તેમના પક્ષના સભ્યોએ કોર્ટની કાર્યવાહીને રેકોર્ડ કરવા અને શેર કરવા માટે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. પિટિશનમાં જવાબદારોને ઓળખવા અને સજા કરવા માટે સંપૂર્ણ તપાસની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે
આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર
આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ
