Junagadh News: જૂનાગઢના દલિત યુવા આગેવાનને માર મામલે મોટા સમાચાર
ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ
અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ
પૂર્વ ધરાસભ્ય જયરાજસિંહ પુત્ર છે ગણેશ ગોંડલ
મુખ્ય આરોપી ગણેશ જાડેજાને ક્રાઈમ બ્રાન્ચ લવાયો
ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજા ની પૂછપરછ શરૂ
શું હતો મામલો ?
આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં અનુસુચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર અને તેના સાગ્રીતોએ માર માર્યો હતો આ ઘટનામાં ફરીવાર આવી કારમાં અપહરણ કરી ગોંડલ વાડી વિસ્તારમાં લઈ જઈ લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. ગણેશ જાડેજાના ઘરે ઓફીસમાં નગ્ન કરી લોખંડના પાઈપ ફટકારી પિસ્તોલ બતાવી પતાવી દેવાની ધમકી નગ્ન વીડિયો ઉતારી ફરીયાદ કરીશ તો જાનથી પતાવી દઈશુંની ધમકી આપ્યાની ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ સહિત 10 જેટલા અજાણ્યા શખ્સો સામે ફરીયાદ એટ્રોસીટી 307 સહિતની કલમો નીચે ગુન્હો નોંધાવ્યો હતો.
જુનાગઢ દાતાર રોડ આર્યસમાજ પાસે રહેતા ફરીયાદ સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ બાવનજીભાઈ સોલંકી (ઉ.26) ધંધો કોરીયોગ્રાફી તેમજ કોંગ્રેસ જુનાગઢ NSUIના આગેવાને ફરીયાદ મુજબ ગત તા.30/5/2024ની રાત્રીના અગીયાર સાડા અગીયારના સુમારે પોતાની મોટર સાયકલમાં કાળવા ચોકથી તેમના ઘર તરફ જઈ રહેલ તેમની સાથે તેમનો પુત્ર રાજવીર (ઉ.6) સાથે હતો. ત્યારે કાળુભાઈના પુતળા પાસે પાછળતી એક ફોરવીલ્લ કાર એકદમ સ્પીડમાં આવેલ. મારા મારા મોટર સાયકલ પાસે બ્રેક મારતા ત્યારે વાહન વ્યવસ્થિત ચલાવવાનું મેં કહેતા આ લોકો કારમાંથી નીચે ઉતરેલ કે તમારે બાધવુ હોય તો મારા દિકરાને ઘરે મુકીને પાછો આવું છું હું મારૂ મોટર સાયકલ લઈને મારા ઘર તરફ રવાના થયો. મારા ઘર પાસે પહોંચેલ ત્યારે એક મોટી કાર અને અન્ય કાર સાથે મારી પાછળ આવેલ હતા. જેમાંથી 10 જેટલા લોકો નીચે ઉતરેલ મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા ત્યાં મારા પિતા રાજુભાઈ સોલંકી આવી ગયેલ જે લોકોમાં એક વ્યકિત ગોંડલનો ગણેશ જયરાજસિંહ જાડેજા હતો તેને હું ઓળખી ગયેલ બાકીના અજાણ્યા શખ્સો વચ્ચે મારા પિતા રાજુભાઈ સોલંકીએ સમાધાન કરાવ્યું હતું બાદ આ લોકો જતા રહેલ બાદ હું મારા ઘરની બહાર થોડીવાર બેઠા બાદ ફરી ગામમાં મોડી રાત સુધી રખડતો હતો.
ત્યારે રાત્રીના પોણા ત્રણ ત્રણના સુમારે હું મારા ઘરે જતો હતો તેવામાં દાતાર રોડ ગાયત્રી દારીયા ભંડાર દુકાન સામે પહોંચેલ ત્યારે પાછળથી આ લોકોએ તેની ફોરવીલ્લ કાર લઈને એકદમ સ્પીડમાં આવી મારી મોટર સાયકલને પાછળથી ઠોકર મારતો હું મોટર સાયકલમાંથી નીચે પડી ગયો બાદ કારમાંથી પાંચ જણા નીચે ઉતરી લોખંડના પાઈપ વડે આડેધડ માર મારેલ તેમની પાછળ બે ફોરવીલ્લ કાર આવેલ હતી. તેમાંથી પણ માણસો નીચે ઉતરેલ આ માણસોએ મને ઉપાડી ફોરવીલ્લ કારમાં બેસાડી દીધેલ અને કાર ગોંડલ બાજુ લઈ ગયેલ.
રસ્તામાં હું કારમાં હતો ત્યારે એક શખ્સે પોતે પોલીસ હોવાનું જણાવેલ અને મને ઢોર માર માર્યો હતો. બાદ આ લોકો એક અજાણી અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયેલ ત્યાં નીચે ઉતારી મને માર મારતા હતા. મારી જાતિ પ્રત્યે ગમે તેમ બોલી આ લોકોનો ત્રાસ વધી ગયો છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી ફરી મને કારમાં બેસાડી ગોંડલ ગણેશ જાડેજાના ઘરે ગણેશગઢમાં લઈ ગયેલ ત્યાં પાંચ છ માણસો હાજર હતા. ગણેશના માણસો પાસે પિસ્તોલ જેવા હથીયાર તથા લોખંડના પાઈપ લઈને ઉભા હતા મને તેની ઓફીસમાં લઈ જઈ અને ગણેશના કહેવાથી તેના માણસોએ મારા કપડા ઉતારી નાખ્યા હતા અને આડેધડ માર માર્યો હતો. તેમજ મારી પાસે માફી મંગાવી હતી. મારો વીડિયો તેના મોબાઈલમાં ઉતારી લીધેલ મને કહેલ કે તું જુનાગઢ એનએસયુઆઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જો ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. મારી પાસે માફી મંગાવી હતી. બાદ આ લોકોએ એક ફોરવીલ્લમાં બેસાડી જુનાગઢ ભેંસાણ ચોકડી પાસે ઉતારી જતા રહેલ ત્યાંથી હું ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશને આવેલ ત્યાં મારા પિતા રાજુભાઈ સોલંકી અમારા સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત નારણભાઈ સોલંકી સહિતના લોકો હાજર હતા. મને માર મારેલ તેનો દુ:ખવો થતો હોય તેથી સારવાર કરવાની વિનંતી કરેલ અને મને પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી હતી.
એ ડીવીઝન પોલીસે કલમ 143, 147, 148, 159, 307, 365, 323, 504, 506 (2) 25 (1-બી) (એ) 3 (1) (આર) (એસ) 3 (2) (5) આર્મ એકટ, એટ્રોસીટી, સહિતની કલમો નીચે એ ડીવીઝન પીઆઈ વી.જે. સાવજે તપાસ હાથ ધરી હતી. ના.પોલીસ અધિકારી હિતેષ ધાંધલ્યાએ પત્રકારોને માહિતી આપી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ સહિત 11 શખ્સોએ જુનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય રાજુ સોલંકીનું અપહરણ કરી ઢોર માર મારી નગ્ન ફોટા પાડી જાનથી મારી નાખવાની ધમકીના બનાવમાં રાજુ સોલંકીના જણાવ્યા મુજબ 24 કલાકમાં આરોપીઓને ઝડપી લેવાની માંગ સાથે આજે એસપી જુનાગઢને આવેદન આપવામાં આવેલ તેમજ આગામી દિવસોમાં ગોંડલ ખાતે સમગ્ર- સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોનું સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો આરોપીઓની ધરપકડ કરવામાં નહી આવે તો તેમનો પરિવાર આખો સામુહિક આત્મવિલોપન કરશે તેમ જણાવ્યું હતું.
