ગુજરાત/ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ કર્યું મારણ, વન વિભાગને કરાઈ જાણ

રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ મારણ કર્યું. જીવાપર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવની વનવિભાગને જાણ કરવામાં આવી.

Gujarat Rajkot

રાજકોટ: રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ મારણ કર્યું. જીવાપર ગામમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવની વનવિભાગને જાણ કરવામાં આવી. જીવાપર ગામમાં બાબુભાઈ મેરના વાડામાં દીપડો ત્રાટક્યો અને વાછરડાનો શિકાર કર્યો. પશુના મારણથી અને ગામમાં દીપડો હોવાની જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. વાછરડાના મારણ પાસેથી પંજાના નિશાન મળી આવતા દીપડાએ શિકાર કર્યું હોવાનું ગ્રામજનોનું અનુમાન છે. આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરાઈ. વન વિભાગના અધિકારીઓ બનાવ સ્થળ પર પંહોચી તપાસ કરશે.

અગાઉ ડિસેમ્બરમાં પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ મારણ કર્યું હતું. ડિસેમ્બરમાં નવાગઢ રેલ્વે સ્ટેશન નજીક દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ દીપડાના પંજાના નિશાન મળ્યા હતા. રાજકોટમાં દીપડાની દહેશતને પગલે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે દીપડો હોવાનું માલૂમ પડતા નાના બાળકોને લઈને તેમની ચિંતામાં વધારો થયો છે. ઘર બહાર બાળકોને એકલા રમતા તેમજ શાળાએ જતી વખતે પણ ધ્યાન રાખવું પડશે. દીપડાની આંશકાએ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનોની ચિંતા વધી છે. જો કે જીવાપર ગામના લોકોએ વનવિભાગને જાણ કરી છે અને અધિકારીઓ સમગ્ર બાબતની તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ