Ahmedabad/ તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

સાણંદ શહેરમાં ફાયર બ્રિગેડની જ કોઈ સુવિધા નથી….

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: થોડા દિવસો અગાઉ જ રાજકોટમાં આગથી 27 લોકોના મોત નિપજ્યા હતા. પરિણામે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ પણ ગુજરાતમાં અગ્નિકાંડ થયા હતા, જેમાં કેટલાય લોકો હોમાઈ ગયા હતા. ત્યારે સાણંદમાં પણ ફાયર સ્ટેશન બિનકાર્યરત હોવાથી સાણંદની પ્રજા રામ ભરોસે બેઠી છે.

અમદાવાદથી 10 કિલોમીટર દૂર આવેલા સાણંદ શહેરમાં ફાયર બ્રિગેડની જ કોઈ સુવિધા નથી. સાણંદ ન.પા. પાસે એકમાત્ર મિનિ ફાયર ફાઈટર સાધન છે. તેનો અર્થ એ થયો કે જો આગ ઓછી કે નાના વિસ્તારમાં લાગે તો ઓલવી શકે, પણ જો કોઈ મોટી આગની ઘટના બને તો અમદાવાદ શહેરથી ફાયર ટીમને બોલાવવી પડે.

માહિતી મુજબ સાણંદમાં ફાયર સ્ટેશન હોવા છતાં શરૂ જ કરવામાં આવ્યું નથી. ફાયર સ્ટેશન અત્યારે ખંડેર હાલતમાં છે, આગ બૂઝાવવાના સાધનો પણ બંધ હાલતમાં પડ્યા છે. સાણંદ નગરપાલિકા રાજકોટ, સુરતમાં મોટી આગની દુર્ઘટના ઘટી તેમ છતાં ઊંઘતી ઝડપાઈ છે.

અહેલાલ અનુસાર, સાણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સાણંદ નગરપાલિકા પાસે હાલમાં એક મિનિ ફાઈટર છે, એક વોટર બાઉઝર છે, પરંતુ વર્ષો જૂનું છે. જે બંધ હાલતમાં છે. સાણંદ શહેરમાં ફાયર સ્ટેશન અને સાધનો વસાવા માટે રાજ્ય સરકારને પત્રો લખી જાણ કરવામાં આવી છે. ત્રણ મહિનામાં બે વખત પત્રો લખવામાં આવ્યા છે. સાણંદ કે આસપાસના વિસ્તારમાં આગ લાગે તો નગરપાલિકાનું મિનિ ફાઈટર મોકલી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ મોટી આગ હોય તો બાવળા, સાણંદ જીઆઇડીસી અથવા તો અમદાવાદથી ફાયર બ્રિગેડની મદદ લેવી પડે છે.

સાણંદ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરે આ મામલે રાજ્ય સરકારને પત્ર લખી જાણ કરી હતી. તેમ છતાં સરકાર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. હાલ નગરપાલિકા પાસે કોઈ પણ સાધનો કાર્યરત નથી. જો અનિચ્છનિય દુર્ઘટના સર્જાય તો નગરપાલિકા કેવી રીતે પહોંચી વળશે?

વર્ષ 2023માં સાણંદ નગરપાલિકામાં 66 આગની ફરિયાદની ઘટનાઓ બની છે. મહત્વનું છે કે બિલ્ડીંગ 10 વર્ષથી ખંડેર હાલતમાં છે. શું કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે નગરપાલિકા કે સરકાર પગલાં ભરશે? શું હજુ પણ નિર્દોષ લોકોના જીવ ન જાય ત્યાં સુધી ફાયર સ્ટેશન કાર્યરત કરવામાં નહીં આવે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવાના રવાના