જૂનાગઢ મનપાના અધિકારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની મહિલાએ આપી ધમકી. અધિકારીનો અશ્લીલ વિડીયો ઉતારી દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી મહિલાએ 20 લાખની માંગણી કરી. આ મામલે ફરિયાદ થતા પોલીસે મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
શહેરમાં રાયજીબાગ વિસ્તારમાં રહેનાર મનપાના અધિકારીએ ધમકી આપનાર મહિલા સામે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદની વિગત મુજબ 22 એપ્રિલના રોજ સવારે જેતપુરની આધેડ મહિલાએ પોતાના કામસર મનપાની ઓફિસમાં આવી અને વાતચીત કરતાં અધિકારી સાથે પરિચય ગાઢ બનાવતા આધાર કાર્ડ અને સરકારી કામમાં મદદ કરવા કહ્યું. અધિકારી સાથે સંબંધ વધવા દરમ્યાન મહિલાએ ચામડીનો રોગ હોવાનું બતાવ્યું અને દેશી ઓસડિયા આપવાનું કહેતા વિડીયો કલ કરી કપડાં ઉતારી ન્યૂડ હાલતમાં ચામડીનો રોગ બતાવવાનું કહ્યું. અધિકારીએ મહિલાના કહેવા મુજબ કામ કર્યું દરમ્યાન મહિલાએ પોતાના મોબાઈલમાં અધિકારીનો ન્યુડ વીડિયોનું રેકોર્ડીંગ કર્યું. અને પછી કામના બહાને અધિકારીને મળવા મનપાની ઓફિસ પંહોચી. ત્યાં તેણે અધિકારીને આ ન્યુડ વીડિયો બતાવી પૈસાની માંગણી કરી. મહિલાએ ધમકી આપી કે જો માંગ્યા મુજબ પૈસા નહી આપે તો તને દુષ્કર્મ કેસમાં ફસાવી દઈશ. અધિકારીએ પ્રથમ 14 લાખ રૂપિયા આપ્યા બાદમાં મહિલાની લાલચ વધતા તેણે વધુ 30 લાખની માંગણી કરી. મહિલાની ધમકીથી કંટાળીને આખરે મનપાની અધિકારીએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
