@ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદનાં ટ્રાફિક A-ડિવિઝનમાં કામ કરતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ સામે એ ડીવીઝન પીઆઇ પી.બી ખાંભલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇની ફરિયાદ મુજબ 1992 માં પોલીસ ખાતામાં ભરતી થયેલા કોન્સટેબલ 17 ઓગસ્ટ 2019 થી ટ્રાફિક પોલીસનાં એ-ડીવીઝનમાં ફરજ બજાવે છે.
જે 11-8-2020 એટલે કે છેલ્લાં 4 મહિનાથી કોઇ પણ પ્રકારની જાણ કર્યા વિના બીમારીનાં બહાને રજા પર ઉતરી ગયા છે. તેમજ કોન્સ્ટેબલે બિમારી કે સારવાર બાબતે પણ કોઇ સર્ટી પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા નથી. ફરજ પર હાજર ન થવાથી પોલીસ વિભાગ દ્વારા હાજર થવાની 4 નોટીસ મોકલવામાં આવી હોવા છતાં પોલીસકર્મી ફરજ પર હાજર ન રહેતા ફરજ પર હાજર થવાનાં હુકમનો ભંગ કરતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.
છેલ્લાં 4 મહિનાથી કોઇ પણ કારણ જણાવ્યા વિનાં રજા પર ઉતરી ગયેલા પોલીસ કર્મી સામે ટ્રાફિક એ-ડીવીઝન પીઆઇએ જી.પી એક્ટ 145(2) કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે..હાલ તો પોલીસે કોન્સ્ટેબર રણજીતસિંહનાં ચાંદખેડાનાં નિવાસ સ્થાન સહિતની જગ્યાઓએ તેમની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
