રાજકોટ આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા હોવાની અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. અહીં 10 મહિનાની બાળકીને અંધશ્રદ્ધામાં ડામ આપવાની ઘટના સામે આવી છે. જે પછી બાળકીની તબિયત બગડતા તેને રાજકોટમાં બાળકોની હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે.

સુરેન્દ્રનગરના વડગામમાં મહિલાએ બાળકીને ડામ આપ્યા છે. જેમાં કોમલ સુરેલા નામની બાળકી શરદી ઉધરસ થતાં હોસ્પિટલ લઈ જવાને બદલે સિકોતર માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી જ્યાં સુરેન્દ્રનગરના વડગામ ખાતે સિકોતર માતાજીના મંદિરે 10 માસની બાળકીને શકરીમાં નામની મહિલાએ પેટ પર ડામ આપ્યા છે. 4 ઓગસ્ટના રોજ બાળકીને સાંજે પાંચ વાગ્યા ડામ આપવામાં આવ્યા હતા, જે બાદ તેને સારવાર માટે રાત્રે દાખલ કરવામાં આવી હતી. જે બાળકીને ડામ આપવામાં આવ્યા છે.

આ બાળકીનો પરિવાર વિરમગામમાં રહે છે. જાણકારી મુજબ બાળકીને ડામ આપ્યા તે પહેલા તેને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવારના 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થવાની વાત ડોક્ટરે કરી હતી. અને પરિવાર માટે તાત્કાલિક આટલા રૂપિયા એકઠા કરવા મુશ્કેલ હતા ત્યારે તેમના સગાએ ડામ આપવાની વાત કરી હતી જેથી તેને ડામ આપવા માટે લઈ ગયા હોવાનું પરિવારે કબૂલ્યું હતું.
આ પ્રકારના કેસમાં પોલીસ IPC 505, 120 (ક) (ખ) અને મેડીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી શકે છે. સરકાર આવા કિસ્સામાં ખુદ ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવે જેથી દાખલારૂપ કાર્યવાહી થાય અને આવા કિસ્સાઓ બનતા અટકે.
આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ
આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!
