ટી20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક ફટકાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ લીગ રાઉન્ડની છેલ્લી મેચ માટે ફ્લોરિડા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની તક મળી ન હતી. તે કોઈપણ તાલીમ સત્ર વિના મેદાનમાં ઉતરશે.
ભારતનું પ્રેક્ટિસ સેશન રદ્દ
ભારતીય ટીમ 14 જૂને લોન્ડરહિલ ખાતે પ્રેક્ટિસ કરવાની હતી. જો કે, વરસાદના કારણે આ તાલીમ સત્ર રદ કરવામાં આવ્યું હતું. ટી20 વર્લ્ડકપમાં આ મેદાન પર 14 જૂને યોજાનારી અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ રદ થવાનો ભય છે. ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, ત્યારબાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આ અઠવાડિયે ફ્લોરિડામાં પાકિસ્તાન અને આયર્લેન્ડની મેચ પણ રમાવાની છે .
સુપર-8 માં ભારતની Entry
ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ફ્લોરિડા બાદ તે સુપર-8 મેચ માટે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે. સુપર-8માં ટીમ 20 જૂને અફઘાનિસ્તાન અને 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
ભારે વરસાદ
લોન્ડરહિલ ખાતે છેલ્લી મેચ શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાવાની હતી. 12 જૂને આ મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. લોન્ડરહિલ મિયામીની ખૂબ નજીક છે જ્યાં પૂર શક્ય છે. સોશિયલ મીડિયા પર વરસાદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વાહનો પણ વહેતા જોવા મળી રહ્યા છે.
વરસાદ બદલશે ગણિત
વરસાદે ટી20 વર્લ્ડકપનું પોઈન્ટ ટેબલનું ગણિત જટિલ બનાવી દીધું છે. ભારતીય ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જો કે પાકિસ્તાન હજુ પણ જો-પરંતુની સ્થિતિમાં અટવાયું છે. જો અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો છેલ્લી મેચ જીત્યા બાદ પણ તેઓ સુપર-8 માટે ક્વોલિફાય કરી શકશે નહીં. આ ટીમો પોતાના લીગ રાઉન્ડની છેલ્લી મેચ માટે ફ્લોરિડા પણ પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: પાક સામે વિજયના ફક્ત 8 ટકા જ ચાન્સવાળી મેચ ભારતે જીતી
આ પણ વાંચો આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો અમેરિકા સામે મુકાબલોઃ પાક. પણ પણ ભારતના જીતવાની પ્રાર્થના કરશે
આ પણ વાંચો: પાક. સામે વિજય, ભારતીય ટીમ પર ઓવારી જતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો
