Maharashta/ આફતનો ભયાનક વીડિયો: ભારે પવનથી વૃક્ષો ધરાશાયી, શેડ પડતાં બાળકો થયા ઘાયલ

મુંબઈને અડીને આવેલા થાણેમાં વરસાદ અને વાવાઝોડા બાદ એક ભયાનક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો….

Top Stories India

Maharashtra News: મુંબઈને અડીને આવેલા થાણેમાં વરસાદ અને વાવાઝોડા બાદ એક ભયાનક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. 21મી જૂનની રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. લોકોને ગરમીથી રાહત મળી પરંતુ આ દરમિયાન અકસ્માત સર્જાયો. થાણેમાં ભારે પવનને કારણે કે સોસાયટીનો ટીન શેડ ઉડીને બાળકો રમતા રમતના મેદાન પર પડ્યો હતો.

મુંબઈમાં મોટી દુર્ઘટના થઈ
થાણેમાં રાત્રે 9 વાગ્યા પછી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક બોર્ડ ઉડી ગયા હતા. દરમિયાન, ઉપવન વિસ્તારના ગાવંદ બાગમાં એક ટીન શેડ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 7 બાળકો ઘાયલ થયા છે. જણાવવામાં આવ્યું હતું કે ભારે પવનને કારણે રૌનક પાર્ક બિલ્ડિંગનો ટીન શેડ ઉડીને ફૂટબોલ ગ્રાઉન્ડ પર પડ્યો હતો, જ્યાં બાળકો રમતા હતા.

ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક શેડ જમીન પર પડેલો છે અને કેટલાક લોકો ઘાયલ બાળકોને બચાવી રહ્યા છે. જે સમયે બાળકોને બચાવી લેવાયા તે સમયે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જમીન પર પડેલા બાળકોને હાથ વડે ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે.

આ ઘટના રાત્રે લગભગ 11.42 વાગ્યે બની હતી, જ્યારે બિલ્ડિંગની ટોચ પર મૂકવામાં આવેલો ટીન શેડ જોરદાર પવનને કારણે અચાનક ઉખડી ગયો હતો અને ફૂટબોલ ગ્રાઉન્ડ પર પડ્યો હતો. ગ્રાઉન્ડ પર 17 જેટલા બાળકો રમતા હતા જેમાંથી 7 બાળકો ઘાયલ થયા હતા. અપડેટ મુજબ, ઘાયલ થયેલા સાત બાળકોમાંથી ચારની હાલત સારી છે પરંતુ ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ઘટના બાદ શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક ઘાયલ બાળકોને મળવા હોસ્પિટલ પહોંચ્યા અને કહ્યું કે સીએમ શિંદે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આ અંગે તેમની સાથે વાત કરી છે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત