Jammu Kashmir/ જમ્મુ, ડોડામાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓનો ખાત્મો, પહાડોમાં છુપાયેલા ચોથા આતંકીની શોધ તેજ

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. અન્ય આતંકીની શોધ ચાલી રહી છે.

Top Stories India Breaking News

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. અન્ય આતંકીની શોધ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોડા જિલ્લામાં પહાડીની ટોચ પર કુલ 4 આતંકવાદીઓ છુપાયેલા હતા, અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે.

તમને જણાવી દઈએ કે બુધવારે ડોડાના જંગલમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં સુરક્ષા દળોએ અત્યાર સુધી આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પહાડી જિલ્લામાં 11 અને 12 જૂનના રોજ થયેલા બે આતંકવાદી હુમલા બાદ આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સાથે પોલીસ દ્વારા સઘન શોધ અને ઘેરાબંધી કામગીરી વચ્ચે સવારે 9.50 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો.

11 જૂને, છત્તરગલ્લામાં સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે બીજા દિવસે ગંડોહ વિસ્તારમાં કોટા ટોપ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. બેવડા હુમલા પછી, સુરક્ષા દળોએ તેમની આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવી અને જિલ્લામાં ઘૂસણખોરી કરી રહેલા ચાર પાકિસ્તાની આતંકવાદીઓ પર પ્રત્યેકને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી.

જાણકારી અનુસાર, અધિકારીએ કહ્યું કે, પોલીસે સુરક્ષા દળોની મદદથી સિનુ પંચાયત ગામમાં એક ઓપરેશન શરૂ કર્યું, પરંતુ ‘ધોક’ (માટીના મકાન)માં છુપાયેલા આતંકવાદીઓ તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર ચાલુ છે. તેમણે કહ્યું કે સેનાનું એક હેલિકોપ્ટર પણ સર્વેલન્સ માટે આ વિસ્તારમાં ફરતું જોવા મળ્યું હતું. આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારના પિંડ ગામમાંથી એક ચાઈનીઝ હેન્ડગ્રેનેડ મળી આવ્યો છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોની પેટ્રોલિંગ ટીમે મંગળવારે મોડી સાંજે ગ્રેનેડને જપ્ત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ

આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી