મધ્યપ્રદેશ/ પિતાનો જીવ બચાવવા માટે સગીર પુત્રી આવી આગળ, શરીરનો આ ભાગ કરશે દાન, કોર્ટે આપી મંજૂરી

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ગુરુવારે લીવરની ગંભીર બિમારીથી પીડિત ખેડૂતને તેની 17 વર્ષની પુત્રીના અંગનો એક ભાગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે દાન કરવાની મંજૂરી આપી હતી.

India Trending Breaking News

Madhya pradesh: મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ગુરુવારે લીવરની ગંભીર બિમારીથી પીડિત ખેડૂતને તેની 17 વર્ષની પુત્રીના અંગનો એક ભાગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે દાન કરવાની મંજૂરી આપી હતી. ઈન્દોરના ગ્રામીણ વિસ્તારના એક ખેડૂત શિવનારાયણ બાથમ (42)એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને વિનંતી કરી હતી કે તેની 17 વર્ષની પુત્રી તેને તેના લિવરનો એક ભાગ દાન કરવા માટે તૈયાર છે અને તેને મંજૂરી આપવામાં આવે.

હાઈકોર્ટના જસ્ટિસ વિશાલ મિશ્રા સમક્ષ થયેલી અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સગીર બાળકીની આરોગ્ય તપાસ બાદ રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા મેડિકલ બોર્ડને જાણવા મળ્યું છે કે તે લીવરનો એક ભાગ તેના બીમાર પિતાને આપી શકે છે. મેડિકલ બોર્ડના આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને કોર્ટે બાથમની અરજી સ્વીકારી હતી. સિંગલ બેન્ચે એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ સાવચેતી રાખીને લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. બાથમના વકીલ નિલેશ મનોરે પીટીઆઈને જણાવ્યું હતું કે તેમના અસીલ, જે છેલ્લા છ વર્ષથી ગંભીર લીવરની બિમારીથી પીડિત છે, તેઓ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

મનોરે જણાવ્યું કે તેમના ક્લાયન્ટને પાંચ દીકરીઓ છે અને જે દીકરીએ તેમના લીવરનો હિસ્સો તેમને દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે તેમની સૌથી મોટી બાળકી છે. તેણે કહ્યું કે પ્રીતિ 31 જુલાઈએ 18 વર્ષની થઈ જશે. મનોરે કહ્યું, “બાથમના પિતા 80 વર્ષના છે, જ્યારે તેમની પત્ની ડાયાબિટીસના દર્દી છે. તેથી તેની પુત્રી તેના લીવરનો ભાગ દાન કરવા આગળ આવી જેથી તે તેના બીમાર પિતાનું જીવન બચાવી શકે, “મને મારી પુત્રી પર ગર્વ છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CBI દ્વારા કેજરીવાલની ધરપકડ, બેવડા કેસમાંથી બચવું મુશ્કેલ…

આ પણ વાંચો:ભારતના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ, સ્પીકર પદ માટે થશે ચૂંટણી, ઓમ બિરલા Vs. કે. સુરેશ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ હાથમાં બંધારણની કોપી હાથમાં લઈ શપથ લીધા, ખુરશીની પાછળ ઉભેલા માર્શલ સાથે મિલાવ્યો હાથ