Vadodara/ બાલ્કની ધરાશાયી થતાં વડોદરામાં મહિલાનું મોત

વડોદરામાં બાલ્કની ધરાશાયી થતાં એકનું મોત નિપજ્યું છે……..

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરામાં બાલ્કની ધરાશાયી થતાં એક મહિલાનું મોત નિપજ્યું છે. વરસાદ જોવા ઉભી રહેલી મહિલા પર બાલ્કની ધરાશાયી થતા મોતને ભેટી હતી. હરણી ઇન્દિરા આવાસ યોજનાનાં મકાનમાં મૃતક મહિલા રહેતી હતી. બાલ્કનીનો ભાગ તૂટતાં મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

વડોદરામાં આજે સવારે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થવાની સમસ્યા સર્જઈ હતી. વરસાદ પડતાંની સાથે જ ઠેરઠેર પાણી ભરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં જાણો ક્યાં, કેટલો વરસાદ પડ્યો?!

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત