રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૬-૦૪-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ ચોથ તિથિ છે. આજના દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે અને અનુરાધા નક્ષત્ર ૦૭ એપ્રિલના રોજ સવારે ૦૨:૫૬ વાગ્યા સુધી રહેશે. સિધ્ધી યોગ બપોરે બપોરે બપોરે ૦૩:૨૫ વાગ્યા સુધી રહેશે અને બાલવ કરણ બપોરે ૦૨:૧૦ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૭ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૪ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦.૫૪ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૪૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૦૭ સુધી વિદ્યમાન રહેશે, રાહુ કાળ સવારે ૦૮.૦૧ થી ૦૯.૩૫ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર વદ બીજ સવારે ૦૮:૦૮ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે ભગવાન શિવને ચંદનનો અભિષેક કરવો શુભ ગણાશે.
તારીખ :- ૦૬-૦૩-૨૦૨૬, સોમવાર / ચૈત્ર વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૭ થી ૦૮:૦૧ |
| શુભ | ૦૯:૩૫ થી ૧૧:૦૮ |
| લાભ | ૦૩:૪૯ થી ૦૫.૨૩ |
| અમૃત | ૦૫:૨૩ થી ૦૬:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૬ થી ૧૨:૪૧ |
રાશિભવિષ્ય (Rashibhavishya 6 એપ્રિલ 2026)

મેષ (અ, લ , ઈ) :-
ધનની ઉણપ સર્જાય.
બાળપણની યાદો તાજી થાય.
નવા રહસ્યો બહાર આવે.
કામ સરળતાથી પતે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :-
ઓચિંતો ધન ખર્ચ થાય.
અંગત લોકો સમસ્યા ઉભી કરે.
કોઈ ભેટ સોગાદ મળે.
જલ્દી થાક લાગે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-
તબિયતમાં સાચવવું.
આર્થિક સ્થિતિ સુધારે.
કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
કોઈ નવા સમાચાર મળે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

કર્ક (ડ, હ) :-
ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
નાના- મોટા વાદ-વિવાદ થાય.
પ્રેમમાં વધારો જોવા મળે.
ખોટી ચિંતા છોડી દેવી.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૩
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ, ટ) :-
કોઈ સમસ્યાનું સમાધાન મળે.
દોડ ધામમાં દિવસ જાય.
નાની – મોટી મુઝવણ રહે.
કામના સ્થળે ફાયદો થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૮

કન્યા (પ, ઠ, ણ) :-
આર્થિક સ્થિતિ બગડી શકે.
જીવનસાથી જોડે મતભેદ થાય.
નિસ્વાર્થ સેવા થાય.
કોઈ અતિથી ઘરે આવે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૧

તુલા (ર, ત) :-
ભવિષ્યની મોટી યોજના બને.
મિત્ર તથા પરિવારની મદદ જણાય.
કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
લોભ-લાલચમાં આવવું નહિ.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-
આળસમાં દિવસ જાય.
સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
પ્રેમ સબંધમાં વધારો થાય.
બેન્કને લગતા કામ સરળતાથી પૂર્ણ થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
મિત્રો સાથે આનંદ થાય.
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
મોટી પ્રાપ્તિ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
કોઈ પ્રવાસના યોગ બને.
સાંજ પછી કોઈ સમાચાર મળે.
નવું જ્ઞાન મળે.
કોઈ મોટા સંકેત મળે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૨

કુંભ (ગ, શ, સ, ષ) :-
મોજ –મજામાં દિવસ જાય.
જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
મનને શાંતિ જણાય.
ધ્યાનથી દિવસની શરૂઆત કરવી.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ):-
નવા સબંધ બંધાય.
કોઈ ચર્ચામાં ન ઉતરવું.
કોઈ સાથે મતભેદ ન કરવો.
ભૂગોળનું જ્ઞાન મળે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
