Gujarat Government/ ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે

ગુજરાત સરકારે તમામ વર્ગનાં સરકારી કર્મીઓને તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો……….

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાત સરકારે તમામ વર્ગનાં સરકારી કર્મીઓને તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. 15 જુલાઈ સુધીમાં આ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. માહિતી ન આપનાર સામે કડક કાર્યવાહી થશે.

ભ્રષ્ટાચારના આરોપો સતત વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી નીતિ અંતર્ગત, કર્મચારીઓએ આવકની સાથે વારસામાં મળેલી મિલકતની માહિતી પણ આપવી પડશે. અગાઉ આ નિયમ ફક્ત અખિલ સેવાના અધિકારીઓ IAS, IPS અને IFS માટે લાગુ હતો. જોકે, હવે આ નિયમ બધા સરકારી કર્મચારીઓને લાગૂ પડશે. વર્ગ 4ના કર્મીઓ આ નિયમથી બાકાત રહેશે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ જારી કરેલા પરિપત્રમાં તમામ કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે. આ જાહેર કરવાની સંપત્તિમાં રોકડ, બેંક ખાતાં, FD, સોના-ચાંદીના આભૂષણો, કૃષિ, જમીન અને રિયલ એસ્ટેટમાં રોકાણનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો