Not Set/ ઇન્ડોનેશિયાના નાગરિકોને મળશે 30 દિવસના નિ:શુલ્ક વીઝા : પીએમ મોદી

જકાર્તા, ત્રણ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઇન્ડોનેશિયા પહોચ્યા છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોચ્યા બાદ તેઓ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજર રહ્યા હતાં. ત્યારબાદ પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું, જે પ્રમાણે સવા સો કરોડ ભારતીયોએ મને એક સાધારણ નાગરિકને પ્રધાન સેવક બનવા માટે તક આપી […]

Top Stories

જકાર્તા,

ત્રણ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઇન્ડોનેશિયા પહોચ્યા છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોચ્યા બાદ તેઓ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજર રહ્યા હતાં.

ત્યારબાદ પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું, જે પ્રમાણે સવા સો કરોડ ભારતીયોએ મને એક સાધારણ નાગરિકને પ્રધાન સેવક બનવા માટે તક આપી છે, તે જ રીતે ઇન્ડોનેશિયાના લોકોએ પણ રાષ્ટ્રપતિ વિડોડોને દેશના ટોચના પદે સ્વીકાર્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું, “ઇન્ડોનેશિયાના લોકોને 30 દિવસ સુધી ભારતની યાત્રા કરવા માટે નિ:શુલ્ક વીઝા આપવામાં આવશે”.

“છેલ્લા ચાર વર્ષોમાં 125 કરોડ ભારતીયોના પ્રતિનિધિના રૂપમાં દુનિયાભરમાં હું જ્યાં પણ ગયો છું, મારો પ્રયાસ એ જ રહ્યો છે કે, તમારા જેવા લાખો ભાઈઓ એ બહેનોને મળું, જેઓનું મૂળ ભારતની ભૂમિમાં છે.

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંસ્કૃત અને સંસ્કૃતિનો સંબંધ છે. તમે બધા જે આજે ઇન્ડોનેશિયામાં રહીને વસી ગયા ચેમ તે અમારા સંબંધોની એક મજબૂત કડી છે.

ભારતમાં આજે રેકોર્ડ સ્તર પર વિદેશી રોકાણ આવી રહ્યું છે. ભારતનો ફોરેન એક્સચેન્જ રિજર્વ લગભગ ૩૦૦ બિલિયન ડોલરથી વધીને 400 બિલિયન ડોલર સુધી પહોચી ચુક્યું છે.

ઇન્ડોનેશિયા સહિત 163 દેશોના લોકોને ઈ-વીઝાની સુવિધા આપવામાં આવી છે. ઈ-વીઝા પર ભારત આવવાવાળા ટુરિસ્ટમાં અંદાજે 150 ટકાનો વધારો થયો છે.

વડાપ્રધાન ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન જકાર્તાની સૌથી મોટી ઇસ્તિકલાલ મસ્જિદ ગયા હતા. ત્યાં તેઓની સાથે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારબાદ તેઓ અર્જુનનો રથ જોવા માટે પહોંચ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાભારતના યુદ્ધની ઝલકને એક પથ્થર કલાકૃતિ દ્વારા દર્શાવવામાં આવ્યા છે, જે સેન્ટ્રલ જકાર્તામાં સ્થિત છે.

આ પહેલા ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું રાષ્ટ્રપતિ ભવનમાં શાહી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે ડેલીગેશનની લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં રક્ષા, વેપાર સહિતના કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતાં.

બંને દેશોના મહત્વના કરારો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું, “આ મહાન અને સુંદર દેશની આ મારી પ્રથમ યાત્રા છે. આ યાત્રાના શાનદાર આયોજન માટે હું રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરું છું.

જો કે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડાડો જકાર્તામાં યોજાયેલા કાઈટ ફ્રેસ્ટીવલમાં હજાર રહ્યા હતાં અને જ્યાં બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોએ પતંગ ઉડાવવાની મજા પણ માની હતી.