Gujarat Weather/ વરસાદથી જળબંબાકાર, સૌથી વધુ નવસારીમાં 14 ઈંચ અને આણંદમાં 6 કલાકમાં 5.5 ઇંચ. વરસાદ ખાબક્યો

રાજ્યમાં બે દિવસમાં મુશળધાર વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો.

Top Stories Gujarat Others

Gujarat Rain News: રાજ્યમાં બે દિવસમાં મુશળધાર વરસાદ પડ્યો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે આણંદ જિલ્લો સાર્વત્રીક વરસાદમાં બીજા સ્થાને નોંધાયો. આણંદમાં ભારે વરસાદને પગલે કલેક્ટરે જિલ્લા ડિઝાસ્ટર કચેરીની મુલાકાત લીધી. કલેકટરે કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કર્યા બાદ એક SDRFની ટુકડી સ્ટેન્ડબાય રાખવામાં આવી. આ સાથે તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી. વરસાદી પાણી ભરાતા દાંડી માર્ગ યતાયાત માટે બંધ કરાયો. હેરીટેજ દાંડી માર્ગ ધોવાતા તંત્રએ કોઈ દુર્ઘટના થાય માટે માર્ગ બંધ કર્યો.

આણંદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા. અનેક જગ્યાઓ પર ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ઘરવખરીને ભારે નુકસાન થયું. રસ્તાઓ પર પાણી ભરાતા ટુ-વ્હીલરથી લઈને ફોર વ્હીલર વાહનો ફસાઈ ગયા. મુશળધાર વરસાદને પગલે અનેક સ્થાનો પર વૃક્ષો ધરાશાયી ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું. જો કે અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાથી કોઈ મોટું નુકસાન થયાના સમાચાર નથી.

આજે જન્માષ્ટમી તહેવાર પર આણંદમાં ભારે વરસાદને પગલે ભક્તોના રંગમાં ભંગ પડ્યો છે. મંદિરોમાં કૃષ્ણજન્મની આજે હર્ષોલ્લાસ સાથે ઉજવણીઓ થાય છે. ત્યારે વરસાદના આતંકને પગલે ઠેર-ઠેર ઘૂંટણી સમા પાણી ભરાતા ભક્તો નિરાશ થયા છે. જો કે કેટલાક ગોપી ભક્તો આવા વરસાદમાં પણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા કેડ સમા પાણીમાંથી પસાર થઈ મંદિર જાય છે.

રાજ્યમાં ચોમાસાની બીજી ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. વરસાદના બીજા રાઉન્ડમાં 24 કલાકની અંદર 236 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર સર્વત્ર સરેરાશ 8 ઇંચ વરસાદ પડ્યો. સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબકતા જમીન અદ્રશ્ય થઈ અને ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજ્યના 35 તાલુકામાં 3થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો. જયારે 37 તાલુકામાં 2થી 3 ઈંચ અને 77 તાલુકામાં 1થી 2 ઈંચ સુધી વરસાદ ખાબક્યો. વડોદરામાં 9 ઇંચ, પાદરામાં ઇંચ, ભરૂચમાં 7.5 ઇંચ અને નસવાડીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો.

24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો
▪️નવસારીના ખેરગામમાં સવા 14 ઈંચ વરસાદ
▪️ડાંગમાં સાડા 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
▪️કપરાડામાં 24 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ
▪️વઘઈમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો
▪️ધરમપુર અને ડેડિયાપાડામાં સાડા 9 ઈંચ વરસાદ
▪️વલસાડ અને સાગબારામાં 9-9 ઈંચ વરસાદ
▪️સુબીર, મુળી વાંસદામાં સાડા 8 ઈંચ વરસાદ
▪️રાજકોટમાં 24 કલાકમાં સવા 8 ઈંચ વરસાદ
▪️ચોટીલા, સંતરામપુર, કુકરમુંડામાં પોણા 8 ઈંચ
▪️વાંકાનેર, શહેરા, પારડીમાં સાડા 7 ઈંચ વરસાદ
▪️નાંદોદ અને હળવદમાં 7-7 ઈંચ વરસાદ વરસ્યો
▪️વાપી, ફતેપુરા, કરજણમાં સાડા 6 ઈંચ વરસાદ
▪️પડધરી અને ક્વાંટમાં 24 કલાકમાં 6-6 ઈંચ વરસાદ
▪️દાહોદ અને મોડાસામાં પોણા 6 ઈંચ વરસાદ
▪️કડાણા અને લુણાવાડામાં સાડા 5 ઈંચ વરસાદ
▪️થાનગઢ, મહુધા, ચીખલી, નડિયાદમાં 5-5 ઈંચ
▪️ગણદેવી, ઉમરપાડા, નીઝરમાં સાડા 4 ઈંચ વરસાદ
▪️વઢવાણ, શિનોર, છોટાઉદેપુરમાં સાડા 4 ઈંચ વરસાદ
▪️સાયલા, ધ્રાંગધ્રા, લોધિકામાં 4-4 ઈંચ વરસાદ
▪️ખાનપુર અને મોરવા હડફમાં 4-4 ઈંચ વરસાદ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તોને લઈ મહત્વના સમાચાર, જાણો જન્માષ્ટમીને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો સ્વાદિષ્ટ વાનગી ગોપાલકલા

આ પણ વાંચો:દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું મથુરા-વૃંદાવન, જન્માષ્ટમી પર્વની શરૂ થઈ ઉજવણી