Ahmedabad News: કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસે મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નેનો યુરીયામાં 50 ટકા સબસિડી મળશે. આ ઉપરાંત મકાઈના ટેકાના ભાવની ખરીદી કરાશે. સહકારી ક્ષેત્ર મકાઇની ખરીદી કરશે. તેલીબિયાની ખરીદી પણ સહકારી ક્ષેત્ર ટેકાના ભાવથી કરશે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકાર નેનો-ફર્ટિલાઇઝર્સ પર 50 ટકા સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતનો હેતુ નેનો-ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવાનો છે. તેની સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 6 જુલાઈએ તેનું લોકાર્પણ કર્યુ હતું.
અમિત શાહ 6 જુલાઈએ ગુજરાતના ગાંધીનગરથી કેન્દ્ર સરકારની યોજના ‘એજીઆર-2’ લોન્ચ કર્યુ હતું. તેઓએ અહીં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દિવસ કેન્દ્રીય સહકારી મંત્રાલયનો ત્રીજો સ્થાપના દિવસ પણ છે. આ ઉપરાંત તેમણે મકાઈના ઉત્પાદન પર પણ ભાર મૂક્યો હતો, જેથી તેનો ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત તેમણે ફૂડ સિક્યોરિટીની સાથે એનર્જી સિક્યોરિટી અને ઉર્જા આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
