Dharma: ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે ખૂબ જ ધામધૂમથી નીકળે છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. જગન્નાથ મંદિરને લઈને ઘણા રહસ્યો છે, જે ચોંકાવનારા છે. તેમાંથી એક છે આ ધામની મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે. આ વર્ષે આજે (7મી જુલાઈ)ના રોજ અમદાવાદ, પુરી તેમજ અન્ય શહેરોમાં ભાવિક ભક્તો ધામધૂમથી ઉજવણી કરશે. ત્યારે રથયાત્રા, પુરીમાં ભગવાન જગન્નાથની મૂર્તિના રહસ્યો વિશે શું તમે જાણો છો? ચાલો જાણીએ વિસ્તૃતમાં…
જગન્નાથ ધામની મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે. વાસ્તવમાં, આ વિધિ ‘નવકલેવર’ તરીકે ઓળખાય છે. નવકલેવર એટલે નવું શરીર. આ પરંપરા અંતર્ગત જગન્નાથ મંદિરમાં સ્થાપિત શ્રી જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શનની મૂર્તિઓને બદલવામાં આવે છે, તેની પાછળનું કારણ એ છે કે આ પ્રતિમાઓ લાકડાની બનેલી છે અને તેથી તે તૂટે નહીં તે માટે તેને બદલવામાં આવે છે.
નવકલેવર પરંપરા શું છે?
આ નવકલેવર પરંપરામાં મૂર્તિઓ બદલવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે આ પવિત્ર ધાર્મિક વિધિ શરૂ થાય છે, ત્યારે આખા શહેરની લાઈટો બંધ થઈ જાય છે, જેના કારણે સર્વત્ર અંધકાર છવાઈ જાય છે. આ પરંપરા ખૂબ જ ગુપ્ત છે. માન્યતાઓ મુજબ, આ પ્રક્રિયા કરતી વખતે કોઈએ વ્યક્તિ તરફ જોવું જોઈએ નહીં. તેથી તે ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે.

ભગવાન જગન્નાથનો રથ અને મૂર્તિઓ
શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામની મૂર્તિઓને હાથ, પગ કે પંજા નથી. તેની પાછળ એક પૌરાણિક કથા છે કે પ્રાચીન સમયમાં આ મૂર્તિઓ બનાવવાનું કામ વિશ્વકર્મા કરતા હતા. માન્યતા મુજબ તેમની શરત એવી હતી કે જ્યાં સુધી મૂર્તિઓ બનાવવાનું કામ પૂરુ ન થાય ત્યાં સુધી કોઈ તેમના રૂમમાં પ્રવેશે નહીં. પણ જ્યારે રાજાએ તેમના ઓરડાનો દરવાજો ખોલ્યો, ત્યારે વિશ્વકર્માએ અધવચ્ચે મૂર્તિઓ બનાવવાનુ બંધ કરી દીધું. ત્યારથી આ શિલ્પ અધૂરા રહ્યા અને આજ સુધી પૂર્ણ થયા નથી. ત્યારથી આ ત્રણેય મૂર્તિઓને હાથ, પગ અને પંજા નથી. લીમડાના લાકડામાંથી મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ માટે મંદિરના મુખ્ય પૂજારી વૃક્ષોની પસંદગી કરે છે. એવી પણ માન્યતા છે કે લીમડાના ઝાડ 100 વર્ષ જૂના હોવા જોઈએ. તેમજ તેમનામાં કોઈપણ પ્રકારની ખામી ન હોવી જોઈએ.

ભગવાનનો રથ
જગન્નાથજીનો રથ 16 પૈડાથી બનેલો છે અને તેમાં 332 લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની ઉંચાઈ 45 ફૂટ છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો છે. અક્ષય તૃતીયાના દિવસથી રથનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. તેમનો રથ અન્ય બે રથ કરતાં કદમાં મોટો છે. તેમના રથ પર હનુમાનજી અને ભગવાન નરસિંહનું પ્રતીક કોતરેલું છે અને આ રથ યાત્રામાં પાછળ રહે છે.
રથયાત્રા ખેંચવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે
રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન જગન્નાથનો રથ ખેંચે છે તેને ફરી જન્મ લેવો પડતો નથી એટલે કે તેને આ જ જન્મમાં મોક્ષ મળે છે. આથી લોકોમાં રથ ખેંચવા માટે ભારે ઉત્સાહ જોવા મળે છે.
આ પણ વાંચો: ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ
આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?
આ પણ વાંચો:
