દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવકનું રન લેતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના થાણા એક્સપ્રેસ વે વિસ્તારના સેક્ટર-135માં બની હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક વ્યક્તિ મેચની વચ્ચે રન બનાવવા માટે દોડે છે અને બાદમાં પીચની વચ્ચે પડી જાય છે. પોતાના સાથી ખેલાડીને પીચ પર પડતા જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓ તેને જોવા દોડ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે કેટલાક લોકો સેક્ટર-135 પુસ્તામાં બનેલા સ્ટેડિયમની અંદર મેચ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડનો 36 વર્ષીય વિકાસ નેગી બેટિંગ કરવા આવ્યો હતો. રમતી વખતે વિકાસ રન લેવા દોડ્યો અને અચાનક તે પીચ પર હાંફતો-ફાંફતો નીચે પડી ગયો. વિકાસને પડતા જોઈ તેના મિત્રો તેની પાસે દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં વિકાસને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો જોયા બાદ લોકો પણ આવા આકસ્મિક મૃત્યુને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
🚨 A 34-year old Vikas Negi from Noida died after suffering a heart attack during a #cricketmatch.
➡️ Vikas Negi used to work as an engineer in a company in Noida and resident of Uttarakhand. pic.twitter.com/WuKyr57JVY
— Amit Singh Paliwall (@siramitsingh) January 9, 2024
શું કહ્યું પોલીસે?
આ સમગ્ર મામલાની માહિતી આપતા નોઈડા પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બની હતી. મૃતક મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને હાલ દિલ્હીના રોહિણીમાં રહેતો હતો. ક્રિકેટ રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા વિકાસ પીચ પર ઢળી પડ્યો હતો. મૃતક નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિકાસના આકસ્મિક મૃત્યુથી પરિવારજનો અને મિત્રો આઘાતમાં છે. તે સ્વસ્થ હતો, પોતાને ફિટ રાખવા માટે વિકાસ અવારનવાર નોઈડા અને દિલ્હીના ક્રિકેટ મેદાનમાં મેચ રમવા આવતો હતો. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં હાર્ટ એટેકના મામલા વધી રહ્યા છે, જેણે દરેકને ચિંતામાં મૂકી દીધા છે. દરરોજ હાર્ટ એટેકથી યુવાનોના મોતના સમાચાર આવે છે.
આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા
