Vadodara News: વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરીનું અમેરિકામાં હાર્ટ એટેકથી અવસાન થયું છે. પરિવારને નિધનનાં સમાચાર મળતા શોકમાં ગરકાવ થયા છે. રાજકીય નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
માહિતી મુજબ ચિરાગ ઝવેરી અમેરિકામાં મિત્રો સાથે પ્રવાસે હતા. સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા. રાતે સૂઈ ગયા પછી મિત્રોએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સવારે ન ઊઠતાં નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હૃદય રોગની સમસ્યામાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી આંકડા પ્રમાણે જાણવા મળ્યું છે કે છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં હૃદયને લગતી ઈમરજન્સીના 40047 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 223 અને પ્રતિ કલાકે સરેરાશ 9 જેટલા લોકો હૃદયને લગતી બિમારીના શિકાર બને છે.
આ પણ વાંચો: Gujarat Rain Live 9 July: ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ ખાબકશે….
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: અમદાવાદમાં LD કોલેજમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ
