Ahmedabad News: અમદાવાદ શહેરમાં જાણીતી LD કોલેજમાંથી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ અને કોલેજનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
અમદાવાદમાં એલ ડી કોલેજમાં કેમિકલ બ્રાન્ચના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હોસ્ટેલના D બ્લોકમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તેની પાસેથી બ્લેડ પણ મળી આવી છે. વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેનું કારણ જાણી શકાયું નથી. પરિવારને આ સમાચાર મળતા આઘાત લાગ્યો છે.
એકાએક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા છે. કોલેજ તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી દુર્ઘટના થવાનું કારણ શોધવા જોતરાઈ ગઈ છે.
આ પણ વાંચો: Gujarat Rain Live 9 July: ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ ખાબકશે….
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
