Uttar Pradesh News:/ બિહારથી દિલ્હી જતી બસ અને ટેન્કરનો થયો ભયકંર અકસ્માત, 18 લોકોના મોત, 30 ઘાયલ

ઉત્તરપ્રદેશમાં બિહારથી દિલ્હી જતી બસને થયો ભયંકર અકસ્માત થયો. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા અને 30થી વધુ લોકોને ગંભીર ઇજા પંહોચી. મોતનો આંક હજુ પણ વધી શકે છે.

Top Stories India Breaking News

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશમાં બિહારથી દિલ્હી જતી બસને થયો ભયંકર અકસ્માત થયો. બુધવારે સવારે, ઉન્નાવ પોલીસ સ્ટેશનના બીટા મુજાવર વિસ્તારમાં આગ્રા લખનૌ પહોંચતા જ બિહારથી દિલ્હી મુસાફરોને લઈ જતી ડબલ ડેકર બસ પાછળથી એક કન્ટેનર સાથે અથડાઈ ત્યારે મોટો અકસ્માત થયો. ઉન્નાવમાં એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટનાની માહિતી મળતાં જ UPDAની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

બિહારથી દિલ્હી જઈ રહેલી બસ ઉન્નાવમાં એક ટેન્કર સાથે અથડાઈ, ઘણી વખત પલટી ગઈ, યૂપીના ઉન્નાવમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને ડબલ ડેકર બસ અથડાયા. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોના મોત થયા હતા. 30 ઘાયલ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ અથડાતાની સાથે જ પલટી ગઈ અને તેના ટુકડા થઈ ગયા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાંગરમાઉ કોતવાલી પાસે સવારે 4.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. બિહારમાં હોસ્પિટલની બહાર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે.

અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. બાંગરમાઉ ઈન્સ્પેક્ટર રાજકુમાર પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ઈજાગ્રસ્તોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બાંગરમાઉ લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીમાં કિડની રેકેટનો પર્દાફાશ,બાંગ્લાદેશ સાથે હતું કનેક્શન

આ પણ વાંચો:મુંબઈમાં ભારે વરસાદને પગલે CM એકનાથ શિંદેની લોકોને અપીલ, ‘જરૂરિયાત વગર ઘરની બહાર ના નીકળો’, સેના એલર્ટ

આ પણ વાંચો:અમેઠીમાં પૂર્વાચલ એક્સપ્રેસ પર ભીષણ અકસ્માતમાં 5ના મોત, 3ની હાલત ગંભીર