ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દ્વિપક્ષીય T20 શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. આ પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે બીજી T20 મેચમાં જોરદાર વાપસી કરીને મેચ 100 રનથી જીતીને શ્રેણીમાં 1-1ની બરાબરી હાંસલ કરી હતી. હવે ત્રીજી T20 મેચ 10 જુલાઈના રોજ રમાવાની છે.
બંને ટીમો આ મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. શુભમન ગીલની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે ત્રીજી T20 મેચમાં વાપસી કરતા જોવા મળી શકે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ આજે 10 જુલાઈએ રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે શરૂ થશે અને ટોસ 4 વાગે થશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણીની ત્રીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. મેચનું જીવંત પ્રસારણ સોની સ્પોર્ટ્સ ટેન 3 (હિન્દી), સોની સ્પોર્ટ્સ ટેન 4 (તમિલ, તેલુગુ) અને સોની સ્પોર્ટ્સ ટેન 5 (અંગ્રેજી) પર કરવામાં આવશે.
આજની ભારતની ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સંજુ સેમસન, શિવમ દુબે, યશસ્વી રમશે.
આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોનીએ ઉજવ્યો જન્મદિવસ! જુઓ કેક કાપતી વખતે સલમાન ખાનને શું કહ્યું….
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તેની પ્રથમ મેચ હારી
આ પણ વાંચો: આજથી ભારત સામે ઝિમ્બાબ્વેની પાંચ T20 સિરિઝ મેચ શરૂ, ક્યારે અને કઈ રીતે લાઈવ જોઈ શકશો…
