@અમ્માર બખાઈ
Junagadh News:વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે પરંતુ અમુક બેશરમ શિક્ષકોના લીધે આખું એ શિક્ષણ જગત બદનામ થાય છે આવી જ ઘટના સામે આવી છે. પ્લાસ્વા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીનીઓને અડપલા કરતા હોવા તેમજ વિદ્યાર્થીને બેહરેહમિથી મારતા હોવાના આક્ષેપો સાથે શિક્ષકને વાલીઓએ લમધાર્યો હતો.
આમ તો શિક્ષકને જીવન ઘડતરનો ગુરુ માનવામાં આવે છે. શિક્ષક એ માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ જીવનમાં યોગ્ય ઘડતર પાઠ પણ ભણાવે છે. પરંતુ પ્લાસવા ગામના શિક્ષક પાઠ ભણાવવાના બદલે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને માર મારતા તેમજ ચાલુ સ્કૂલે અને વર્ગખંડમાં વ્યસન કરતાં હોવાના આક્ષેપ કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ આ શિક્ષક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાની પણ ફરિયાદો કરવામાં આવી છે.
![]()
પ્લાસવા ગામની શાળામાં એક શિક્ષકે તમામ પ્રકારની હદો વટાવી હોય તેવા વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જુનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામની પ્રાથમિક શાળાના ગોવિંદ બાંભરોટિયા નામના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાના અને વિદ્યાર્થીઓને ઢોર માર્યાના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
બીજી તરફ આ તમામ બાબતે વાલીઓએ સ્કૂલને તાળાબંધી કરી હતી અને આ લંપટ શિક્ષકને સ્કૂલના પટાગણમાં જ લખધાર્યો હતો.શાળામાં ભણતા બાળકોના વાલીઓએ પ્લાસવા પ્રાથમિક શાળાના શિક્ષક ગોવિંદ બાંભરોલીયા સામે આક્ષેપો કર્યા છે કે આ શિક્ષક વ્યસન દૂર કરવાના બદલે ક્લાસમાં જ માવા મસાલા ખાય છે.
![]()
ક્લાસમાં વિદ્યાર્થીનીઓને શરીરે ટચ કરી અડપલા કરે છે.તો વિદ્યાર્થીઓને પાઇપ અને ચપ્પલથી માર મારવામાં આવે છે. આ મામલે વિદ્યાર્થીઓના વાલી ગામના સરપંચના ઘરે રજૂઆત કરવા ગયા બાદ આજે સવારે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી.આ સમગ્ર મામલો જુનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયશ્રી ભીંભા પાસે ફરિયાદ પહોંચતા તેઓ પ્લાસવા ગામે દોડી આવ્યા હતા અને જ્યાં વાલીઓ અને ગામના અગ્રણીઓ સાથે વાત કરી શિક્ષક મામલે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
આમ ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓના તમામ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા અને તેઓના નિવેદન લઈ ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરી રજૂઆત પણ કરવામાં આવશે. હાલ વાલીઓએ પૂરો સાથ સહકાર આપી શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું.
આ પણ વાંચો:વલસાડના ધરમપુર વિસ્તારના છાત્રાલયમાં કુકર ફાટ્યું, મહિલા ગંભીર રીતે દાઝી
આ પણ વાંચો:સુરતમાં કતારગામમાં મકાનમાં બંધ થઈ ગઈ બાળકી
આ પણ વાંચો:દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન
આ પણ વાંચો:સુરતમાં પીકઅપવાને લીધો બાળકનો જીવ
