Rajkot News/ સગીરના મોતનો થયો ખુલાસો, પરિવારજનોની ફરિયાદ બાદ સામે આવી ચોંકાવનારી હકીકત

રાજકોટમાં સગીરના અકસ્માત મોતમાં થયો મોટો ખુલાસો. 1મેના ગોડાઉનમાં સગીરનું મોત થયું હતું. તે સમયે સગીરનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટમાં સગીરના મોતમાં થયો મોટો ખુલાસો. 1મેના ગોડાઉનમાં સગીરનું મોત થયું હતું. તે સમયે સગીરનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં આ મામલાની તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી. સગીરના પરીવારજનોને સગીરના મોત પર શંકા જતા પોલીસ કમિશ્નરને યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી. પોલીસ તપાસમાં સગીરના મોતને લઈને ખુલાસો સામે આવ્યો.

સગીરના પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસ સગીરના મોત મામલાની તપાસ કરી. દરમ્યાન તપાસ કાર્યવાહીમાં પોલીસે CCTV ચેક કરતા ચોંકાવનારો ખુલાસો થયો. CCTV ચેક કરતા સામે આવ્યું કે સગીરને હાર્ટ એટેક નહી પરંતુ માથામાં બોથડ પદાર્થ મારવાથી મૃત્યુ નિપજયું. સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે યુવાનના માથામાં વાગ્યુ હોવાનું દેખાવા છતાં પોલીસ આ મામલામાં રસ ના દાખવતા વધુ તપાસ કરી નહોતી. જો કે હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરતા CCTV ચેક કર્યા અને તેમાં સગીરના મોતના રહસ્ય પર પડદો ઉઠયો. સગીરના પરિવારે તેમના પુત્રની હત્યા થઈ હોવાની પોલીસને ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં આ બાબત સાબિત થતા હવે પોલીસ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો

આ પણ વાંચો: BJP અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીનો બનાવ, કોંગ્રેસના પાંચ કાર્યકરોના જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા

આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો