Maharashtra News/ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં NDA કે INDI ગઠબંધન, કોની થઈ જીત, જાણો પરિણામ કોણે બાજી મારી

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 જુલાઈએ મતદાન યોજાયું હતું, જેના પરિણામો એ જ દિવસે સાંજે જાહેર કરવામાં આવ્યા હતા.

Top Stories India Breaking News

Maharashtra News: મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 જુલાઈએ મતદાન યોજાયું હતું, જેના પરિણામો એ જ દિવસે સાંજે જાહેર કરવામાં આવ્યા હતા. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો ચોંકાવનારા હતા. મહાયુતિએ 9 બેઠકો જીતી, જ્યારે મહાવિકાસ અઘાડીના 2 ઉમેદવારો જીત્યા. સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થયું હતું અને સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મહાયુતિ વતી ભાજપે પાંચ ઉમેદવારો પંકજા મુંડે, યોગેશ તિલકર, પરિણય ફુકે, અમિત ગોરખે અને સદાભાઈને ટિકિટ આપી હતી. તમને જણાવી દઈએ કે પંકજા બીડ સીટ પરથી લોકસભા ચૂંટણીમાં થોડા મતોથી હારી ગયા હતા . જ્યારે શિંદે જૂથની શિવસેનાએ બે ઉમેદવારો ક્રિપાલ તુમાને અને ભાવના ગવળીને ટિકિટ આપી હતી. શિવાજીરાવ ગર્જે અને રાજેશ વિટેકર અજિત પવારની એનસીપી તરફથી ચૂંટણી લડ્યા હતા.

મહાયુતિમાંથી કોણ જીત્યું?

પંકજા મુંડે (ભાજપ) – જીત્યા
પરિણય ફુકે (ભાજપ) – જીત્યા
સદાભાઈ ખોત (ભાજપ) – જીત્યા
યોગેશ ટીલેકર (ભાજપ)- જીત્યા
અમિત ગોરખે (ભાજપ)- જીત્યા
કૃપાલ તુમાને (શિવસેના)- જીત્યા
ભાવના ગવળી (શિવસેના)- જીતી
રાજેશ વિટેકર (NCP)- જીત્યા
શિવાજીરાવ ગર્જે (NCP)- જીત્યા

મહાવિકાસ આઘાડીમાંથી કોણ જીત્યું?

મિલિંદ નાર્વેકર (શિવસેના, ઉદ્ધવ જૂથ) – જીત્યા
પ્રજ્ઞા સાતવ (કોંગ્રેસ) – જીત્યા

NCPનો મોટો રાજકીય  દાવ

શેતકરી કામદાર પાર્ટીના જયંત પાટીલ ચૂંટણી હારી ગયા. મહાવિકાસ અઘાડી વતી, શિવસેના, યુબીટી અને કોંગ્રેસે એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે શરદ પવારની એનસીપીએ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા અને ભારતીય શેતકરી કામદાર પાર્ટીના જયંત પાટીલને ટેકો આપ્યો હતો.  NCPના આ દાવને તેની રાજનીતિક ચાલ માનવામાં આવે છે. કારણ કે પોતાના ઉમેદવાર હારે તો એનસીપીને નુકસાન થાય અને રાજકીય રીતે પણ ખોટા પ્રત્યાઘાત પડી શકત. પરંતુ એનસીપીએ પોતાના ઉમેદવાર ઉભા રાખવાના બદલે જયંત પાટીલને સમર્થન આપતા કોઈ જીત કે હારે તેમને નહી નુકસાન અને નહી લાભની સ્થિતિ રહી શકે. એમએલસીની ચૂંટણીમાં પ્રજ્ઞા સાતવને 25 વોટ, મિલિંદ નાર્વેકરને 22 વોટ અને જયંત પાટીલને કુલ 12 વોટ મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 288 છે. હાલમાં રાજ્યમાં 274 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં, વિધાન પરિષદની ચૂંટણી માટે ઓછામાં ઓછા 23 મતોની જરૂર હતી.

આ કાઉન્સિલરોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને   આ ચૂંટણી એવા સમયે હાથ ધરવામાં આવી છે જ્યારે ત્રણ-ચાર મહિના પછી જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા વિધાન પરિષદના 11 સભ્યોનો કાર્યકાળ 27 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભ્યો વિજય ગિરકર, નિલય નાઈક, રમેશ પાટીલ, રામરાવ પાટીલ, મહાદેવ જાનકર, જયંત પાટીલ, મનીષા કાયંદે, અનિલ પરબ, વજાહત મિર્ઝા, પી સાતવ અને અબ્દુલ્લા દુર્રાનીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IMDની આગાહી : મહારાષ્ટ્ર અને બિહારમાં આવશે વાવાઝોડું, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં આજે વિધાન પરિષદની ચૂંટણી, હોર્સ ટ્રેડિંગના ડરથી પક્ષોએ ધારાસભ્યોને હોટલમાં કર્યા શિફ્ટ

આ પણ વાંચો:‘હું જાતિવાદમાં માનતો નથી, જાતિ વિશે વાત કરનારને સખત માર મારીશ’ જાતિવાદ પર ગુસ્સે થયા નિતીન ગડકરી