Ahmedabad News : એનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસમાં સુપર માસ્ટર આઈડી આપનારા આરોપી પાર્થ કમલેશભાઈ દોશીની સેટેટ મોનીટરિંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ ધરપકડ કરી હતી. આરોપી પાર્થ દોશી વિરૂધ્ધ લુક આઉટ નોટીસ ઈશ્યુ કરવામાં આવી હતી. જેમાં તે દુબઈથી અમૃતસર પંજાબ એરપોર્ટ પર આવતા જ તેને ઝડપી લેવાયો હતો. પંજાબ પોલીસે એસએમસીને જાણ કરતા પોલીસે તેનો કબજો મેળવ્યો હતો. દોશી મૂળ ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી ધવલ એસ.પટેલની પુછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે તેને ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના 3 સુપર માસ્ટર આઈડી પાર્થ દોશીએ આપ્યા હતા. ઉપરોક્ત ત્રણેય સુપર માસ્ટર આઈડી આરોપી ધવલ પટેલે 15 ટકા ભાગથી આરોપી જીગ્નેશ એન.પટેલને આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.આમ ઉપરોક્ત ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના સુપર માસ્ટર આઈડી આપનાર મુખ્ય આરોપી પાર્થ દોશી છેલ્લા ઘણા વર્ષોતી દુબઈમાં રહીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની સુપરમાસ્ટર આઈડી બનાવીને વિવિધ શશ્કોને પુરા પાડતો હોવાનનું ખુલ્યું હતું. છેલ્લા એક વર્ષથી પાર્થ આ ગુનામાં નાસતો ફરતો હતો. તેની સામે 1.2.2024ના રોજ લુક આઉટ સરક્યુલર ઈશ્યુ કરવામાં આવ્યો હતો.
આરોપી પાર્થ દોશી પાસેથી પોલીસે તેનો પાસપોર્ટ, એર ઈન્ડીયા એક્સપ્રેસની દુબઈથી અમૃતસર, પંજાબનો બોર્ડિંગ પાસ તથા રૂ. 4,310 રોકડા કબજે કરવામાં આવ્યા હતા.હાલમાં પોલીસ તેની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. આ કેસમાં અગાઉ 35 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ કાર્યવાહી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, મુખ્ય પોલીસ અધિકારી આર.બી.બ્રહ્મભટ્ટ, એસએમસીના નિર્લિપ્ત રોય, ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બજાવી હતી.
આ પણ વાંચો: સુરતમાં નવી સ્ટાઇલઃ ડોમમાં પાર્ટિશન પાડીને ચલાવાતું હતું કુટણખાનું
આ પણ વાંચો: રાજ્ય સરકારનો શિક્ષકોની સંપત્તિ મામલે મોટો નિર્ણય, સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે
આ પણ વાંચો: કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી
