Gujarat/ ગુજરાતી યુવકે રૂપિયા હારતા આફ્રિકામાં કંપનીમાં કરી ચોરી

માલિકે બંદી બનાવી પરિવાર પાસે 20 લાખ માગ્યા

Top Stories Gujarat
Gujatat News : ગુજરાતથી આફ્રિકા ગયેલા યુવક ઉપર ચોરીનો આરોપ મૂકીને કંપનીના માલિકે એક મહિનાથી વધુ સમયથી બંધક બનાવ્યો હતો. બાદમાં કંપનીના માલિકે યુવકના પરિવારને વીડિયો કોલ કરીને જુગારમાં હારી ગયેલા આઠ હજાર ડોલર આપવાની માંગ કરી હતી. જેને પગલે પરિવારે ભારતીય કરન્સી મુજબ રૂ. 6.80 લાખ આપવા તૈયારી દર્શાવી હતી. જોકે, હવે કંપની માલિક દ્વારા પરિવાર પાસેથી 22,500 ડોલર એટલે કે, રૂ.20 લાખની માંગ કરવામાં આવી રહી છે. ભોગ બનનાર યુવકના પરિવાર સાથે કંપનીના માલિકે વીડિયો કોલમાં કરેલી વાતચીતના વીડિયો પણ સામે આવ્યા છે.

રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કોરિયા બે વર્ષ પૂર્વે આફ્રિકા ગયો હતો. જ્યાં બે વર્ષ એક કંપનીમાં નોકરી કર્યા બાદ તેને કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતાં મૂળ રાજકોટના લોધિકાના વતની મેહુલ ગોહેલની આફ્રિકાના કોંગોના કિન્શાસા ખાતે આવેલી બોરવેલની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગ્યો હતો. જ્યાં તે કંપનીના તમામ આર્થિક વહીવટ સંભાળતો હતો. તે દરમિયાન કંપનીના હિસાબના 8 હજાર ડોલર એટલે કે રૂ. 6.80 લાખનો હિસાબ નહીં મળતાં આ રકમ જય કોરિયાએ ચોરી કર્યાનો આરોપ લગાવી ગત તા. 3-6-2024નાં રોજ તેને કંપનીના માલિકે બંધક બનાવી એક રૂમમાં પૂરી દીધો હતો.

જયને બંધક બનાવ્યા બાદ આ રકમ ભારતીય ચલણ મુજબ રૂ. 6.80 લાખ થતી હોવાથી તે રકમ ચૂકવવા માટે પરિવારજનોને હજાર ડોલર હારી ગયો છે અને તેણે આ રકમની ચોરી કરી છે. આ બાબતે જયનાં પરિવારજનોએ જો તેણે ગુનો કર્યો હોય તો આફ્રિકા પોલીસ હવાલે કરી દો, તેવી વાત પણ કરી હતી. પરંતુ જયને પોલીસ હવાલે કરવાના બદલે તેને સતત ટોચર કરવામાં આવી રહ્યો હતો. આ મામલે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફ જયની માતાએ મદદ માટે ગુહાર લગાવી છે.

કોરોના સમયમાં ધંધો ઠપ્પ થઈ જતાં જય પરિવાર માટે કમાવવા આફ્રિકા બે વર્ષ પૂર્વે ગયો હતો. ત્યારબાદ ત્યાં જ નોકરી કરી પરિવારને ત્યાંથી ઘરખર્ચ માટેની રકમ મોકલતો હતો. બોરવેલની કંપનીમાં નોકરી કરતાં જયને બંધક બનાવતાં પરિવારજનો આધારસ્તંભ બંધક હોઇ તેને છોડાવવા માટે જયનાં માતા-ભાઈએ છેલ્લા એક મહિનાથી અનેક પ્રયાસો કર્યો છે. ભારતીય એમ્બેસીનો પણ આફ્રિકા ખાતે સંપર્ક કર્યો હતો. એમ્બેસી દ્વારા તપાસ કરીને જવાબ આપશે તેવું કહેવાયું હતું. જોકે, બાદમાં આ મામલે કોઇ પ્રત્યુત્તર આવ્યો નથી. હાલ તેની હાલત શું છે અને તેની સામે કોઈ પોલીસ ફરિયાદ થઈ કે કેમ? તે અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી. છેલ્લી વાતમાં એટલું કહેવામાં આવ્યું હતું કે, તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે રૂપિયા આપીને તમે તમારી રીતે છોડાવી લેજો.

પરિવારના એક માત્ર આધારસ્તંભ જય કોરિયાની મુક્તિ માટે છેલ્લા એક મહિનાથી માતા અને નાનો ભાઈ અનેક લોકોનો સંપર્ક કરીને મદદ માંગી રહ્યાં છે. સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત આફ્રિકાના સ્થાનિક અગ્રણીઓ અને ભારતીય એમ્બેસીનો સંપર્ક કર્યા છતાં જયની મુક્તિનો કોઈ રસ્તો હજુ સુધી પરિવારને મળ્યો નથી. ત્યારે પુત્રની મુક્તિ માટે માતાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સમક્ષ મદદ માટે અપીલ કરી છે. તેમજ આ બાબતે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો પણ સંપર્ક કર્યો છે અને પુત્રની મુક્તિ થાય તે માટેની અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત