Ahmedabad/ અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં વાંદરાઓનો ભારે ત્રાસ

વસ્ત્રાલમાં બાળક, કિશોરી અને યુવક પર કર્યો હૂમલો

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રિંગ રોડ પર વસ્ત્રાલ અને રામોલમાં વાંદરાઓનો ત્રાસના કારણે લોકો ભયમાં જીવી રહ્યા છે. ગત બધુવારે વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં 15 વર્ષના કિશોરને પગમાં બચકું ભર્યું હતું. ગુરુવારે શ્રીધર પેરેડાઇઝ ફ્લેટના પાર્કિંગમાં કિશોરીને વાંદરોએ પાછળથી આવીને પગે બચકું ભરી લીધું હતું. ત્યારે આજે સવારે ફરી વસ્ત્રાલના ગ્રાન્ડ વિશાલા એસ્ટેટમાં વાંદરાએ એક યુવક પર હુમલો કરીને પગમાંથી લોચો બહાર કાઢી લીધો છે. જોકે, બનતી જતી ઘટનાને લઈ વન વિભાગે અત્યારે સુધી 10 વાંદરાને પકડ્યા છે, પરંતુ હાલ તો વાંદરાઓના વઘતા ત્રાસના કારણે હજારો લોકો ભયમાં જીવી રહ્યા છે.
 વસ્ત્રાલના ગ્રાન્ડ વિશાલા એસ્ટેટમાં અલ્પેશ પટેલનું કારખાનું આવેલું છે. જેમાં ઓરિસ્સાનો રહેવાસી આલોક બેહરા નામનો યુવક કારીગર તરીકે નોકરી કરે છે. આજે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ આલોક એસ્ટેટમાં રૂમમાંથી નીચે ઊતરીને બાથરૂમ જવા માટે નીકળ્યો ત્યારે પાછળથી અચાનક જ વાંદરો આવ્યો અને તેના પગના ભાગે કરડ્યો હતો. પગના ભાગે બચકું ભરતા માસનો લોચો બહાર દેખાતો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમજ આસપાસના લોકો તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેને 17 ટાંકા લેવાની ફરજ પડી હતી. એક કારીગર સવારે બાથરૂમ જવા આવ્યો, ત્યારે તેને વાંદરાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યો છે. સવારે  કારખાનાની આગળની લાઈનમાં જ એક યુવક પાછળ આ જ વાંદરો પડ્યો હતો, પરંતુ યુવક દોડીને અંદર જઈ શટર બંધ કરી દીધું હતું. તેથી બચી ગયો હતો, ત્યારબાદ કારખાના તરફ આવ્યો અને જ્યારે કારીગર આલોક બાથરૂમ પાસે આવ્યો ત્યારે પાછળથી જ તેના પર હુમલો કરી પગના ભાગે બચકું ભરી લીધું હતું.
11 જુલાઈના રોજ બપોરના સમયે વસ્ત્રાલની શ્રીધર પેરેડાઇઝ નામના ફ્લેટમાં કિશોરી ચાલતી જતી હતી, ત્યારે અચાનક જ પાછળથી એક વાંદરો આવ્યો અને બાળકીના પગમાં બચકું ભર્યું હતું. તે નીચે પડી ગઈ અને રડવા લાગી હતી. તે ખૂબ ડરી ગઈ અને ત્યાંથી ઊભી થઈને ભાગવા લાગી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. 9 જુલાઈના રોજ સાંજે વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં બાળકો રમી રહ્યાં હતાં, ત્યારે અચાનક જ એક વાંદરો આવ્યો હતો. જેને જોઈ બાળકો ડરીને ભાગવા લાગ્યાં હતાં. 15 વર્ષનો એક કિશોર ભાગ્યો તો તેની પાછળ એક વાંદરો પડી ગયો હતો.
બાળક પડી જતાં તેના પગે બચકું ભરીને માસનો લોચો કાઢી નાખ્યો હતો. કિશોર પર કરેલા હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલના કર્ણાવતી, ગ્રાન્ડ વિશાલા, શ્રીધર પેરેડાઇઝ સહિતના વિસ્તારમાં રોજબરોજ વાંદરાઓનાં ટોળાં જોવા મળે છે. બે દિવસ પહેલાં પણ વાંદરાઓનું ટોળું સાંજના સમયે એસ્ટેટમાં હતું. છેલ્લા 15 દિવસમાં 10થી વધુ લોકો વાંદરાઓના હુમલાનો ભોગ બન્યા છે. જેમાં તમામ લોકોને પગના ભાગે જ ઈજા કરી છે. પગના નીચેના ભાગ પર કરડે છે. દરેક વખતે વાંદરાએ પાછળથી જ હુમલો કર્યો છે. જો વાંદરાને જોઈને લોકો ભાગે છે તો તેમની પાછળ પડી અને કરડવા લાગે છે. જોકે, વન વિભાગની ટીમ દ્વારા છેલ્લા 3 દિવસમાં 10 વાંદરા પકડ્યા છે, પરંતુ હાલ તો વસ્ત્રાલ વિસ્તારમાં વાંદરાઓનો વધતા ત્રાસના કારણ લોકો ડરીને બહાર જતા નથી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત