Gujarat News/ ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર… 58 કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં વધારો

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે………..

Top Stories Gujarat Breaking News

Gujarat News: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. ગઈકાલે 28 નવા શંકાસ્પદ કેસ મળી આવતા 58 કેસો નોંધાયા છે અને 5 બાળકોના મૃત્યુ થયા છે. સત્તાવાર કુલ 20 બાળકોના મૃત્યુ થયા છે. આ મામલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. 17 જુલાઈના આંકડા મુજબ 26 કેસો નોંધાયા હતા તેમ જાણવા મળ્યું છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તેમ છતાં આરોગ્યતંત્ર ઊંઘતુ ઝડપાયું છે.

છેલ્લા 3 દિવસમાં ચાંદીપુરાના કેસ

તારીખ કેસ મૃત્યુ
17 જુલાઈ 26 14
18 જુલાઈ 30 15
19 જુલાઈ 58 20

વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક બાળકનું મોત થયું છે. ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. એસએસજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર લઈ રહ્યા છે. 2 દર્દી વોર્ડમાં અને 5 દર્દીઓ આઈસીયુમાં છે. હાલ 5 દર્દીઓ વેન્ટિલેટર પર રખાયા છે.

જામનગરમાં ચાંદીપુરા અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. બે બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા, ૩ રીપોર્ટ આવવાના હજુ બાકી. રિપોર્ટ નેગેટીવ પણ હાલ સ્થિતિ સ્થિર છે. G.G.હોસ્પિટલમાં વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. ધ્રોલના જાયવા અને જામજોધપુરના શેઠવડાળાના બાળદર્દીઓના ચાંદીપુરા વાયરસના રીપોર્ટ નેગેટીવ પરંતુ હાલ હાલત સ્થિર બંન્ને દર્દી જી.જી. હોસ્પીટલમાં વેન્ટીલેટર પર સારવાર હેઠળ.

સયાજીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા વધુ એક બાળકનું મોત થયું હતું. 1 જુલાઈએ સાવલીમાં બાળકનું મોત થયુ હતું તેનો હવે રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રની ચિંતા વધી છે. જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયું છે. ગઈકાલે વધુ 3 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા હતા. 3 કેસ પૈકી 1 બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 4 દર્દી હાલ સારવાર હેઠળ છે, જેમાંથી બે ગંભીર હાલતમાં છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 9માંથી 5 બાળકોના મૃત્યુ થયા છે. રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 33 થઈ છે. મૃત્યુઆંક વધીને 16 થયો છે. ભાવનગરમાં ચાંદીપુરામાં 5 વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું છે. તળાજાના સરતાનપરની બાળકીમાં લક્ષણો દેખાયા છે. બાળકીના જરૂરી નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર ગામમાં મેલેથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવશે.

અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓ ની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી એ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તુરંત અને સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્ય મંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.

શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે

જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

શું આ રોગ ચેપી છે?

વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં ભાડે મૂકવાના નામે સવાપાંચ કરોડની ઠગાઈ