Devbhumi Dwarka News/ દ્વારકા નગરી અવિરત વરસાદથી ડૂબી, NDRFની ટીમે લોકોને રેસ્ક્યુ કર્યા

દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બહારગામથી આવી રહેલા યાત્રિકોને પણ વરસાદના પાણી ભરાવાને લીધે………

Gujarat Top Stories Breaking News

Dwarka News: દ્વારકા તાલુકામાં સિઝનનો 36 ઈંચથી વધુ વરસ્યો છે. શિક્ષણતંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. દ્વારકા તાલુકાને બાદ કરતાં જિલ્લાના અન્ય ત્રણ તાલુકા ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદંશે મેઘ વિરામ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયાં હળવાં ઝાપટાં વરસ્યાં હતાં, પરંતુ દ્વારકામાં પાણી ભરાવાને લઈ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી.

ઇસ્કોન ગેટ પાસે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે ગુરુદ્વારા વિસ્તારમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીમાં ગાડી બંધ પડી જતાં લોકોને ગોઠણડૂબ પાણીમાં કારને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી હતી. દ્વારકામાં ભારે વરસાદ અને નુકસાનીને પગલે NDRFની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે.

છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદ બાદ અચાનક વાદળ ફાટતાં બે કલાકની અંદર 10 ઇંચ જેટલું વરસાદ વરસ્યો હતો, જેના હિસાબે દ્વારકાનાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. દુકાનો અંદર તેમજ બેન્કમાં પાણી ભરાવાથી લાખોનું નુકસાન થયું છે. વરસાદે હાલ વિરામ લીધો છે.

દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બહારગામથી આવી રહેલા યાત્રિકોને પણ વરસાદના પાણી ભરાવાને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વીજ પુરવઠો ખોરવાતા લોકોનો સંપર્ક તૂટી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 16 ડેમ હાઈએલર્ટ, ભારે વરસાદથી છલકાવાની શક્યતા

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઊભો કરાયો

આ પણ વાંચો: ગીર સોમનાથમાં જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જુઓ વીડિયો

આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે