New Delhi News: 22મી જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. જે 12 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદના સુચારૂ સંચાલન માટે ચોમાસુ સત્ર દરમિયાન સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે છે.
સંસદના ચોમાસુ સત્ર અને બજેટ પહેલા સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ સહિત 44 પક્ષોએ ભાગ લીધો હતો. રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો હતો. વિરોધ પક્ષ તરફથી કોંગ્રેસ, AAP, AIMIM, YSRCP અને અન્ય પક્ષોએ ભાગ લીધો હતો.
કોંગ્રેસે લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની માગ કરી હતી. એમ પણ કહ્યું કે, NEET મુદ્દે લોકસભામાં ચર્ચા થવી જોઈએ. સપા નેતા રામ ગોપાલ યાદવે યુપી કંવર યાત્રા રૂટ પરની દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, બેઠકમાં JDUએ બિહાર માટે વિશેષ દરજ્જાની માગ કરી છે, YSRCPએ પણ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગ કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી આવી ન હતી. પાર્ટીના નેતા ડેરેક ઓ’બ્રાયને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુને પત્ર લખીને કહ્યું કે તેમની પાર્ટીનો કોલકાતામાં કાર્યક્રમ છે, તેથી તે બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.
આ પણ વાંચો:UPમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
આ પણ વાંચો:દિવ્યાંગ સાસુ-સસરા પર મૂક્યા ખોટા આરોપો, હાઈકોર્ટ સંભળાવી વહુને સજા
આ પણ વાંચો:ક્યોચિ ધોધમાં થયો અકસ્માત, ફોટા પડાવવાના ચક્કરમાં………
