Ahmedabad News: નીટ યુજીના વિવાદમાં ગુજરાત ફરી પાછુ ચર્ચાના એરણે ચઢ્યું છે. રાજકોટ અને અમદાવાદના કેન્દ્રો પરના વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક મળતા બધે ચર્ચા જાગી છે. અમદાવાદ એટલા માટે ચર્ચામાં છે કેમકે અહીં ટકાવારી મુજબ 700થી વધુ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓની યાદીમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાતમાં 184 સેન્ટર પર પરીક્ષા યોજાઈ હતી અને તેમા 500થી વધુ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 9000થી વધારે છે.
અમદાવાદની DPS સ્કૂલ કે જ્યાં 676માંથી 12 અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં 754માંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એટલે કે રાજકોટ RK યુનિવર્સિટીની સરખામણીએ આ બન્ને કેન્દ્રોનાં પરિણામ ખૂબ ઊંચાં માનવામાં આવે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત શનિવારે એટલે કે, 20 જુલાઈ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત NEET-UG-2024નું કેન્દ્ર અને શહેરવાઈઝ પરિણામ જાહેર કર્યું છે. તેના વિશ્લેષણમાં અનેક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. જેમાં આખા દેશમાં ગુજરાત ચર્ચા પર પહોંચી ગયું છે.
ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં કુલ 754 વિદ્યાર્થીએ પરીક્ષા આપી તેમાંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. તેમજ એસ.પી. રિંગ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ કેન્દ્રમાં કુલ 709 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે.
અમદાવાદના બોપલ રેલવે ક્રોસિંગ પાસે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં લેવાયેલ NEETની પરીક્ષામાં કુલ 676 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે ડ્રાઈવ ઈન રોડ પર આવેલી એશિયા ઈંગ્લિશ સ્કૂલ કેન્દ્રમાં કુલ 757 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 3 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પબ્લિક સ્કૂલમાં 36 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે.
દેશમાં રાજકોટ કેન્દ્રની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. કારણ કે, આ એક જ કેમ્પસમાં કુલ 2 કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં. જેમાં કુલ 85% વિદ્યાર્થીઓ પાસ થયા છે અને રાજકોટ-ભાવનગર રોડ પર આવેલ આર.કે. યુનિવર્સિટી કેન્દ્રના 15 વિદ્યાર્થીઓએ 700થી વધુ અને 251 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એટલે કે નીટના વિવાદમાં ગોધરા પછી રાજકોટનું પરિણામ ચર્ચામાં આવતા NEET વિવાદમાં ફરી એક વખત ગુજરાત કેન્દ્રસ્થાને આવ્યું છે. રાજકોટનાં 7 સેન્ટર ઉપર કુલ 7153 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે.
આ પણ વાંચો: લુખાસણ ગામની મહિલા રહસ્યમય રીતે ગુમ, હનુમાનજી મંદિર પાસેથી મળી લાશ
આ પણ વાંચો:દિવ્યાંગ સાસુ-સસરા પર મૂક્યા ખોટા આરોપો, હાઈકોર્ટ સંભળાવી વહુને સજા
આ પણ વાંચો:ક્યોચિ ધોધમાં થયો અકસ્માત, ફોટા પડાવવાના ચક્કરમાં………
