Banaskantha News: બનાસકાંઠાના સરહદી પંથકમાં વીજળી પડતાં બેના મોત થયા છે. બનાસકાંઠાના નવાપુરામાં મોડી સાંજે વીજળી પડતાં બેના મોત થયા છે. નવાપુરામાં મોડી સાંજે વીજળી પડતાં બેના મોત થયા છે. બંને મોત પાછા બંને સગી બહેનોના થયા છે. બંને સગી બહેનોના મોતથી કુટુંબમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. આખું કુટુંબ સ્તબ્ધ અને ગમગીન થયું છે. આખા કુટુંબમાં રોક્કળ છે.
બંને સગી બહેનોના મૃતદેહ સુઇગામ રેફરલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકામાં વરસાદમાં ભારે વરસાદના લીધે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે. આ ધરાશાયી થયેલા બિલ્ડિંગમાં ત્રણના મોત થયા છે. એનડીઆરએફની ટીમને બે મૃતદેહ મળ્યા છે. એક મહિલા બે બાળકોનું બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. 70 વર્ષીય કેસરબેન અને 17 વર્ષીય પ્રીતિનો મૃતદેહ મળી આવ્યો છે. હજી પણ ફસાયેલા એકની શોધખોળ જારી છે.
મકાનના કાટમાળની નીચે દબાઇ છતાં ગંભીર ઇજા થતાં પરિવારના 3 લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા જ્યારે અન્ય સાત લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા. આ મકાન જર્જરિત હતું અને દેવભૂમિ દ્રારકાને મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ઘમરોળી રહ્યાં છે. તો ભેજ લાગતા આખરે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના ત્રણ લોકોનું જીવન બચાવી શકાયું ન હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મંગળવારે દ્વારકા જિલ્લાના ગઢેચી ગામમાંથી 15 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા હતા.
