Gujarat News/ રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં જોવા મળી શકે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં સર્વત્ર મેઘરાજાની મહેર છે. છેલ્લા થોડા દિવસોમાં મેઘો મહેરબાન થતા દ્વારકા, આણંદ અને સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે.

Top Stories Gujarat Others

Gujarat News: ગુજરાતમાં સર્વત્ર મેઘરાજાની મહેર છે. છેલ્લા થોડા દિવસોમાં મેઘો મહેરબાન થતા દ્વારકા, આણંદ અને સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે. હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે. બુધવારે રાજ્યમાં અનેક સ્થાનો પર 6 ઇંચથી 11 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. કેટલાક સ્થાનો પર ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમ છલકાયા.

બુધવાર (24 જુલાઈ)ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ મધ્યગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ. છેલ્લા થોડા દિવસોમાં ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું. રાજ્યના 22 તાલુકા એવા છે જેમાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે બોરસદમાં 7 કલાકમાં 14 ઇંચ, ભરૂચમાં 6 ઈંચ અને વડોદરામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વડોદરામાં 10 કલાકમાં 13 ઈંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે શહેર બોટમાં ફેરવાયુ હતું. હવામાન વિભાગે ઓેરેન્જ એલર્ટ આપતા શાળા-કોલેજો ઓનલાઈન કરવા વિનંતી કરી.

ભરૂચમાં બુધવાર મધ્યરાત્રિથી સતત વરસાદ પડતા ધોલી અને બલદેવા ડેમ ઓવરફલો થયા. જેના કારણે નેત્રંગ અને વાલિયા સહિતના 13થી વધુ ગામડાંમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મૂકાયા. ભરૂચમાં બુધવાર સવારથી રાત્રિ સુધી 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઝઘડિયામાં 4.5 ઈંચ અને અંકલેશ્વરમાં 5.5 વરસાદ ખાબકયો.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અત્યારે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્ર પાસે અપર એર સાઈકલોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ. દ્વારકાનગરી જળબંબાકાર થઈ તો જૂનાગઢમાં ડેમ ઓવરફલો થયા. હાલમાં આ સાઈકલોનિક સરક્યુલેશન આગળ વધી રાજસ્થાન પંહોચ્યુ છે જેના કારણે દક્ષિણ ગુજરાતને વધુ અસર થઈ રહી છે. હજુ થોડા દિવસ આ સિસ્ટમનું જોર રહેતા દક્ષિણ ગુજરાતમાં ભારે અને ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ આજે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે

આ પણ વાંચો: ભારે વરસાદ અને પૂરની વચ્ચે કચ્છ પોલીસે પાંચના જીવ બચાવ્યાં

આ પણ વાંચો: નાગરિકોની ઓનલાઇન ફરિયાદો-નિવારણ કાર્યક્રમ લોન્ચ કરશે સીએમ ભુપેન્દ્ર પટેલ