Ahmedabad News : અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ, હોમગાર્ડ તથા ટીઆરબીના માણસો વાહનોને અટકાવીને લાયસન્સ, પીયુસી, રોંગ સાઈટ, નો પાર્કિંગ, અને ઓવરલોડીંગ જેવા બહાના કાઢીને મેમો મહી આપવાના બદલામાં રૂ.100 થી લઈને રૂ. 2,000 ની લાંચ માંગતા હોવાની માહિતી એન્યી કરપ્શન બ્યુરો(એસીબી)ને મળી હતી.
જેને આધારે એસીબીની ટીમે ઉલારીયા ચાર રસ્તા ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં ટ્રાફિક બૂથ નજીક જાળ બિછાવી હતી. જેમાં એક શખ્સે લોડીંગ રિક્ષા ઉભી રખાવીને રૂ.1000 નો મેમો ન ફાડવાના બદલામાં 200 રૂપિયા અને રકઝક બાદ અંતે રૂ.100 માં પતાવટ કરવાનું નક્કી કર્યું હતું. બીજીતરફ લોડીંગ રિક્ષાના ચાલક પાસેથી રૂ.100 ની લાંચ લેકા એસીબીની ટીમે ફારૂક યુસુફભાઈ કરારને ઝડપી લીધો હતો.
તપાસમાં આરોપી સરખેજ મકરબામાં ઘુમટી પાછળના ભાગે રહેતો હોવાનું પ્રજાજન હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : અશ્વિની વૈષ્ણવ
આ પણ વાંચો: ઈસનપુરની પોલીસ ચોકીની બહાર જ પોલીસને ગાળો બોલીને બનાવી રીલ
આ પણ વાંચો: 25 જુલાઇના રોજ સાંજે ગુજરાત ભરમાં મંડલ સહ યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં મસાલ રેલી યોજાશે
