Gandhinagar News/ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિથી દેશમાં લાગુ થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને વધાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો છે…વડાપ્રધાનનો સંકલ્પ સાકાર…

Gujarat Gandhinagar

Gandhinagar News: વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા જણાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રિ, 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ (Next Gen GST Reforms)ને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને દેશના લોકોના પૈસાની બચત, થાય લોકો ઉમંગ ઉત્સવથી તહેવારો (Festivals) ઉજવે અને જી.એસ.ટી. રિફોર્મ્સના લાભથી લોકોની સમૃદ્ધિ તથા વૈભવ વધે અને જીવન ધોરણ (Life Standard)માં સુધારો થાય તેવો ઉદાત્તભાવ નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સમાં રાખ્યો છે.

સૌ નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવીને સ્વદેશી અપનાવવા ભૂપેન્દ્ર પટેલની અપીલ

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને નવરાત્રી પર્વ (Navratri)ની શુભેચ્છાઓ પાઠવતા એમ પણ જણાવ્યું કે, હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશી (Swadeshi)નો છે. આપણે ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ, ખરીદીએ અને વેપારીઓ પણ સ્વદેશી વસ્તુઓ જ વેચવાનો આગ્રહ રાખે તેવી અપીલ તેમણે કરી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું કે, જી.એસ.ટી.ના રિફોર્મ્સનો લાભ દરેક વેપારી, ગ્રાહકો સુધી પહોંચાડીને બચત ઉત્સવને વેગ આપે એટલું જ નહીં, લોકો પણ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનનો સંકલ્પ સાકાર કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GST 2.0 આજથી અમલમાં આવશે,કયા ફેરફારો અને શું તે દુકાનદારોને અસર કરશે? દરેક પ્રશ્નના જવાબ અહીં…….

આ પણ વાંચો: આજથી દેશભરમાં શરૂ થશે બચતોત્સવઃ જીએસટી રિફોર્મ્સ 2.0થી થશે જબરદસ્ત બચત

આ પણ વાંચો: દુકાનદારોને પહેલાથી સ્ટોકમાં પડેલા સામાન પર જૂના GST લાગુ થશે કે નવા? જાણો વિગત