Vadodara News/ વડોદરામાં જામ્બુવા ગામમાં બ્રિજ પર ST બસ ફસાઇ, મુસાફરોએ માર્યા બસને ધક્કા

વડોદરામાં જામ્બુવામાં બ્રિજ પર ST બસ ફસાઈ ગઈ. જામ્બુવા ગામમાં ઢાઢર નદીનું પાણી ફરી વળતા બસ આગળ ના વધી શકી.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodar News: વડોદરામાં જામ્બુવામાં બ્રિજ પર ST બસ ફસાઈ ગઈ. જામ્બુવા ગામમાં ઢાઢર નદીનું પાણી ફરી વળતા બસ આગળ ના વધી શકી. આ એસ.ટી. બસ તેના નિયત સમય મુજબ પરત ફરી રહી હતી ત્યારે ગત મોડી રાત્રે બ્રિજ પર ફસાઈ ગઈ. સદનસીબએ આ બસમાં વધુ મુસાફરો સવાર નહોતા. જો કે પાણી ભરાવાના કારણે બસ આગળ ના વધી શકતો મુસાફરોએ નીચે ઉતરી બસને ધક્કા મારવા પડ્યા. ડ્રાઈવરે બ્રિજ પર ભરાયેલા પાણીમાંથી બસ કાઢવા પ્રયાસ કર્યો પરંતુ સફળતા ના મળી. અંતે ડ્રાઈવરે મુસાફરને બસને ધક્કા મારવા કહ્યું.

જામ્બુવા ગામમાંથી જતી એસ ટી. બસ તેના નિર્ધારત સમયે પરત ફરી રહી હતી. દરમ્યાન વિચિત્ર ઘટના બની. વરસાદના કારણે નદીના પાણી બ્રિજ પર ભરાઈ ગયા હતા. બ્રિજ પર આ દ્રશ્ય દેખાતુ હોવા છતાં એસ.ટીના ડ્રાઈવર બસે બ્રિજ પરથી બસ પસાર થવાનો નિર્ણય કર્યો. ડ્રાઇવર બસને પાણીના પ્રવાહમાં લઇ ગયો અને પાણીમાં બસ ચલાવતા બંધ થઈ ગઇ. ડ્રાઇવરે મુસાફરોના જીવ જોખમમાં મૂકતા તેને નીચે ઉતારી ધક્કો મરાવ્યો. જો કે સદનસબીએ વધુ કોઈ બનાવ ના બન્યો. પરંતુ મુસાફરોને એસ.ટી.માં મુસાફરી કરવી વધુ મુશ્કેલી પડી.

નોંધનીય છે કે વડોદરામાં 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. રાજ્યમાં મેઘરાજાએ અનેક સ્થાનો પર ધબધબાટી બોલાવી છે. ગતરોજ રાજ્યમાં કેટલાક સ્થાનો પર છૂટો છવાયો વરસાદ પડયો. જ્યારે વડોદરા ધોધમાર વરસાદ ખાબકતા શહેરના રોડ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. શહેરમાં વરસાદી પાણી ભરાતા હાલમાં દરિયા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ભારે વરસાદને પગલે આવતીકાલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જો કે તંત્ર દ્વારા શહેરમાં NDRF ટીમોને એલર્ટ રખાતા મદદ માટે ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી : અશ્વિની વૈષ્ણવ

 આ પણ વાંચો: ઈસનપુરની પોલીસ ચોકીની બહાર જ પોલીસને ગાળો બોલીને બનાવી રીલ 

આ પણ વાંચો: 25 જુલાઇના રોજ સાંજે ગુજરાત ભરમાં મંડલ સહ યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં મસાલ રેલી