હાલ વરસાદે વડોદરા સહીત સમગ્ર ગુજરાતમાં માજા મૂકી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાના રસ્તાઓ પર અવાર નવાર મગર જોવા મળતા હોય છે ત્યારે આવા ભારે વરસાદને કારણે હાલ સમગ્ર વડોદરા જળમગ્ન બન્યું છે. જેના કરને માંગરો શહેરમાં ઘૂસવા લાગ્યા છે. માહિતી અનુસાર ગઇકાલે સાંજે વિશ્વામિત્રી નદી કિનારે આવેલા કંચનપુરા ગામમાં રહેતી યુવતી લઘુશંકા માટે ગઇ હતી.આ દરમિયાન રસ્તો પસાર કરતા સમયે મગરે તેનો પગ પકડી લીધો હતો.અને તેને પોતાની તરફ ખેચવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી, આ સાથે તેની સાથે ગયેલી તેનીસ્ઓત્એરીઓએ પણ બૂમાબૂમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને યુવતીનો પગ મગરના જડબામાંથી કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. આપને જણાવી દઈએ આ સમગ્ર ઘટના દરમિયાન યુવતીનો ભાઈ તેમજ બીજા 3 લોકો દેવદૂત બનીને ત્યાં આવ્યા હતા યુવતીનો જીવ બચાવ્યો હતો.
આપને જણાવી દઈએ આ ઘટના સેજલબેન ભાભોર જોડે બની હતી જેમને જણાવ્યું હતું કે હું લઘુશંકા માટે ગઈ હતી આ દરમિયાન મગરે મારો પગ પકડી લીધો હતો અને તેની તરફ ખેચવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમય દરમિયાન મારો ભાઈ અને બીજા લોકો આવી જતા મારો હાથ પકડી મને મગરના મોઢામાંથી બહાર કાઢી હતી અને મને હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. મગર ખૂબજ મહાકાય હતો.

ત્યાના સ્થાનિક અજયભાઈએ જણાવ્યું કે યુવતીનો પગ મગરે પકડી લીધો હતો, જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. અમે ભારે જહેમત બાદ યુવતીનો પગ મગરના જડબામાંથી છોડાવ્યો હતો. જેમાં તેનો પગ અને જાંધ સહિતનો ભાગ મગરે ફાડી નાખ્યો હતો.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, યુવતીના પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી જેથી અમે 108ને બોલાવી હતી ત્યારે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં સેજલબેનના પગમાં 14 ટાંકા લેવામાં આવ્યા હતા. વધુ માં તેમને કહ્યું મગર યુવતીનો પગ છોડતો જ નહોતો. અમે યુવતીનો હાથ પકડીને બહાર ખેંચી લાવ્યા હતા, તેમ છતાં મગરે તેનો પગ પકડી રાખ્યો હતો.લોકોએમગરને ઇંટ-પથ્થર અને લાકડીઓથી માર્યો ત્યાર બાદ મગરે યુવતીનો પગ છોડ્યો હતો.હાલ યુતિની તબિયત સારી છે.
આ પણ વાંચો:રાજકોટના જસદણમાં દુષ્કર્મની ફરિયાદ
