Hrishikesh Patel/ વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે

આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે મંત્રી શ્રી એ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે આવ્યા હતા.

Top Stories Gujarat Breaking News

આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે મંત્રીએ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે આવ્યા હતા. મંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટર પર બેસીને નિરીક્ષણ કર્યું હતું.

ગઇકાલ તા.24 જુલાઇએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. 354 મી.મી. જેટલો વરસાદ બોરસદ તાલુકામાં વરસ્યો હતો. બોરસદ તાલુકામાં વરસાદી પાણી ઓસરાઇ જાય ત્યારબાદ યુધ્ધના ઘોરણે મરામત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચન કર્યું.

વરસાદ બાદ પાણી જન્ય કે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ ન વધે તે માટે પ્રો-એક્ટિવ કામગીરી હાથ ધરવા આરોગ્ય તંત્રને સૂચન કર્યું ગઇ કાલે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચના આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું હવે રિપબ્લિક પેવેલિયન, અશોક હોલનું નામ બદલાયું

 આ પણ વાંચો:ટાટાની મોનોપોલી, 93000 રૂપિયામાં 33 હજારની ટિકિટ…જ્યારે મારનના સવાલ પર લોકસભા અધ્યક્ષે પણ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો:ઓશિકું અને પથારી લઈને કર્ણાટક વિધાનસભા પહોંચ્યા બીજેપી ધારાસભ્ય, જાણો કઈ-કઈ માંગને લઈને કરી રહ્યા છે વિરોધ